ફૉર્સ્ટીરાઇટ (forsterite) : ઑલિવીન વર્ગનું મૅગ્નેશિયમ ઘટકયુક્ત ખનિજ. રાસા. બં.: 2MgO.SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હૉમ્બિક. સ્ફ. સ્વ : સ્ફટિકો જાડા મેજઆકાર, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા, ઊભાં રેખાંકનોવાળા, સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ અથવા દાણાદાર; દાણા અનિયમિત આકારવાળા કે ગોળાકાર. યુગ્મતા – જો મળે તો, (100) ફલક પર, પણ અસામાન્ય. સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સંભેદ : (010) અને (100) ફલકને સમાંતર, અપૂર્ણ. ભંગસપાટી : વલયાકાર, બરડ. ચમક : કાચમયથી ગ્રીઝ જેવી. રંગ : લીલો, પીળો – લીંબુ જેવો, સફેદ. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 7. વિ. ઘ. : 3.275. પ્રકા. અચ. : α = 1.635, β = 1.651, γ = 1.670. પ્રકા. સંજ્ઞા : + Ve, 2V = 83°. પ્રાપ્તિસ્થિતિ : બેઝિક – અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોમાં; ઉષ્ણતાવિકૃતિજન્ય અશુદ્ધ ડૉલોમાઇટયુક્ત ચૂનાખડકોમાં. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્વિડન, ફિનલૅન્ડ, ઇટાલી, જર્મની, રશિયા, મ્યાંમાર, ભારત તેમજ અન્યત્ર.
પેરીડોટ રત્ન એ ફોર્સ્ટીરાઇટ (ઓલિવીન) ખનિજની એક પેદાશ છે.
ગિરીશભાઈ પંડ્યા