પૂર્ણરૂપતા (holohedrism)

January, 1999

પૂર્ણરૂપતા (holohedrism) : સ્ફટિકવર્ગની સમમિતિની જે કક્ષામાં અક્ષને બંને છેડે પૂરેપૂરી સમસંખ્યામાં સ્ફટિક-સ્વરૂપો ગોઠવાયેલાં મળે તે ઘટના.

ઑક્ટાહેડ્રન

ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિક-સ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમમિતિ-અક્ષને બંને છેડે એકસરખાં ભૌમિતિક પૂર્ણ સ્વરૂપો સમસંખ્યામાં જોવા મળે છે. સ્ફટિકવર્ગની સમમિતિની જે કક્ષામાં – જે પ્રકારમાં અક્ષને બંને છેડે પૂરેપૂરી સમસંખ્યામાં સ્ફટિકસ્વરૂપો ગોઠવાયેલાં મળે તે ઘટનાને પૂર્ણરૂપતા અને એવા સ્ફટિકને પૂર્ણરૂપ (holohedral) સ્ફટિક કહેવાય છે. ક્યૂબિક વર્ગના ગેલેના પ્રકારનું ઑક્ટાહેડ્રન સ્વરૂપ પૂર્ણરૂપતા દર્શાવે છે.

ગિરીશભાઈ પંડ્યા