પુષ્પબંધ : દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં સ્તંભશીર્ષના ભાગરૂપ રચના. તેને પુષ્પબોધિકા પણ કહેવામાં આવે છે.
આ રચનાનો ઘાટ ખાસ પુષ્પમાળાના રૂપમાં થતો હોય છે. આ ભાગ ખાસ કરીને સ્તંભશીર્ષથી આગળ રખાય છે, જેથી તે લટકતો દેખાય અને ઊઘડતા ફૂલનો આભાસ આપે. બાંધકામની દૃષ્ટિએ તેનું સ્વરૂપ ભરણી જેવું લાગે. તે ઉપરના પાટડાને આધાર આપતું હોય છે.
રવીન્દ્ર વસાવડા