પાયરૉક્સિનૉઇડ (pyroxenoids) : ખનિજોનો એક સામૂહિક પ્રકાર. રાસાયણિક રીતે પાયરૉક્સિન ખનિજવર્ગને સમાન એવાં સૂત્રો ધરાવતો, પરંતુ અણુરચનાત્મક દૃષ્ટિએ સંબંધ ન ધરાવતો ખનિજસમૂહ. આ સમૂહમાં સંકલિત SiO4 ચતુષ્ફલકોની એકાકી શૃંખલા હોય છે, જ્યારે પાયરૉક્સિન-સમૂહમાં આવી સાદી શૃંખલા નથી હોતી. કેટાયનનો વધુ મર્યાદિત ગાળો તેના માળખામાં ગોઠવાય છે અને Alથી થતું Siનું વિસ્થાપન પણ મર્યાદિત રહે છે.

કુદરતમાં સર્વસામાન્ય રીતે મળતાં પાયરૉક્સિનૉઇડ ખનિજો નીચે મુજબ છે. તે બધાં જ ટ્રાયક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે :

ખનિજ રાસા. બં. પ્રાપ્તિ
વૉલેસ્ટોનાઇટ CaSiO3 વિકૃતિજન્ય સિલિકાયુક્ત ખડકોમાં.
પૅક્લોલાઇટ Ca2NaH(SiO3)3 ઝિયોલાઇટ ખનિજો.
ર્હૉડોનાઇટ MnSiO3 બંને પ્રકારો.
બુસ્ટેમાઇટ MnCa(SiO3)2 ઉષ્ણજળજન્ય વિસ્થાપન-પ્રક્રિયા
દ્વારા બને.

ગિરીશભાઈ પંડ્યા