પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (011), (113) કે (001) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111) ફલક પર, પણ અસામાન્ય. પારભાસકથી અપારદર્શક. સંભેદ : (111) ફલક પર, ક્યારેક સ્પષ્ટ, પરંતુ તે વિભાજકતાના સ્વરૂપમાં પણ હોય. ભં. સ. : આછી વલયાકારથી ખરબચડી; બરડ. ચ.: કાચમયથી રાળમય. રં. : પીળાશ પડતો કથ્થાઈ, રતાશ પડતો કથ્થાઈ, કથ્થાઈથી કાળો. ક. : 5થી 5.5, ક્યારેક ઓછી પણ હોય. વિ. ઘ.: 4.48. પ્રકા. અચ. : N = 1.96થી 2.01. પ્રા. સ્થિતિ. : કાર્બોનેટાઇટ અને પેગ્મેટાઇટમાં પ્રાથમિક ખનિજ તરીકે; નૅફેલીન સાઇનાઇટ અને અન્ય અલ્કલ ખડકોમાં ગૌણ ખનિજ તરીકે. પ્રા. સ્થાનો : યુ. એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા, સ્વીડન, નૉર્વે અને ટાન્ઝાનિયા.
(NaCa)2 Nb2O6 (OH, F) પાયરોક્લૉર સુપર ગ્રૂપમાંનો એક ખનિજ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પાયરોક્લૉર સમપ્રમાણતા પ્રમાણેની સ્ફટિક રચના તરીકે પણ વર્ણવામાં આવે છે.
પારોક્લૉરને blowpipe analysisમાં ઊંચા ઉષ્ણતામાને તપાવતાં તે લીલો રંગ ધારણ કરે છે, આને કારણે ગ્રીસ ભાષાના લીલા રંગનું નામ આ ખનિજને ‘પારોક્લૉર’ તરીકે આપવામાં આવ્યું છે.
niobiumની કાચી ધાતુ(ore)ને પાયરોક્લૉરનીનના અનામત જથ્થમાંથી મેળવવામાં (mining) આવે છે. ત્રણ મુખ્ય કેન્દ્રો – બ્રાઝિલ, ગોઈઆસ અને ક્યુબેક દેશોમાં આવેલાં છે.
પાયરોક્લૉરની મહદ્અંશે સ્ફટિકરચના A2B2O6 અને A2B2O7 પ્રમાણે હોય છે. A અને B અહીં દુર્લભ પૃથ્વી થાપણ (rare earth deposit) અને પારગમન થતી ધાતુ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
પાયરોક્લૉરની સ્ફટિકરચના પર સંશોધનના કારણે તેનો ઉપયોગ ઘન ઇલેક્ટ્રૉ લાઇટ તરીકે લિથિયમ આયર્ન બૅટરીમાં થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
પ્રકાશ ભગવતી
ગિરીશભાઈ પંડ્યા