પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રસાયણિક બંધારણ : Mg3 Al2 (SiO4)z  , સ્ફટિક વર્ગ : ક્યૂ બિક, સ્ફટિક, સ્વ. (રચના) – સ્ફટિકો જૂજ, પરંતુ તે ડોડેકા હેડ્રલ કે ટ્રેપેઝો હેડ્રલ સ્વરૂપના હોય છે. ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણા રૂપે મળે. પારદર્શકથી માંડી પારભાસક સ્વરૂપે, સંભેદ : નથી. ભં. સ. () વલયાકાર, બરડ, ચળકાટ : કાચમય, રંગ : ગુલાબી-લાલ, જાંબલી-લાલ, કેસરી-લાલ, કિરમજી-લાલ કવચિત્ કાળો. ક : 7.0થી 7.5, વિશિષ્ટ ઘનતા : 3.5થી 3.8

ગાર્નેટ વર્ગનું, પાઇરોપ, એક માત્ર ખનિજ છે જે કુદરતી સ્વરૂપમાં ઘેરા લાલ રંગમાં ઉપલબ્ધ છે. પાઇરોપની આ વિશિષ્ટતાને કારણે તેનુ નામાંકન ગ્રીક ભાષાના શબ્દો ‘અગ્નિ’ (Fire) અને આંખ (Eye) પરથી થયું છે.

લાલ રંગના આ પથ્થરને મૂલ્યવાન રત્ન (Gem Stone)માં ઘડીને, આભૂષણોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પાઇરોપના પ્રાપ્તિસ્થાનો યુ.એસ.એ., બોહેમિયા, ઝેકોસ્લોવેકિયા, શ્રીલંકા, ભારત (તમિળનાડુ), દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા તથા જર્મની છે.

પ્રકાશ ભગવતી