પ્રકાશવર્ષ (light year) : ખગોળવિજ્ઞાનમાં વપરાતો અંતરનો એકમ. તે એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે છે તે અંતરનો નિર્દેશક છે. હવા અથવા શૂન્યાવકાશમાં પ્રકાશ દર સેકન્ડે 3 x 1010 મી.ના વેગથી ગતિ કરે છે. આથી એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર = 365 x 24 x 60 x 60 x 3 x 1010 = 9.4607 × 1015 મી. છે. દૂરદૂરના તારા, તારાગુચ્છ, તારાવિશ્વો વગેરેનાં અંતર માટે પ્રકાશવર્ષનો એકમ વપરાય છે. એક જેટ વિમાન કલાકના 800 કિમી.ની ઝડપે ઉડ્ડયન કરે તો એક પ્રકાશવર્ષ અંતર કાપવા માટે તેને 1.34 x 106 વર્ષ લાગે. સૂર્ય સિવાય, પૃથ્વીની નજીકનો તારો નરાશ્વ 4.3 પ્રકાશવર્ષ દૂર છે.
હરગોવિંદ બે. પટેલ