હેન્સન મૅથ્યુ ઍલેક્ઝાન્ડર
February, 2009
હેન્સન, મૅથ્યુ ઍલેક્ઝાન્ડર (જ. 1867, મૅરીલૅન્ડ; અ. 1955) : ઉત્તર ધ્રુવનો એકમાત્ર અમેરિકન સફરી. 1909માં યોજાયેલી ઉત્તર ધ્રુવની રૉબર્ટ ઇ. પિયરેની સફરની સાથે તે ગયેલો. હેન્સને પિયરી સાથે તેના અંગત મદદનીશ તથા શ્વાનરક્ષક તરીકેની કામગીરી 20 વર્ષ સુધી બજાવેલી. 1908–1909ના અભિયાન વખતે તેણે આપેલા ફાળા માટે તેને ઘણે સ્થાનેથી બહુમાન મળેલું. તેણે ‘A Negro Explorer at the North Pole’ નામનું પુસ્તક લખ્યું છે. બ્રેડલી રોબિન્સને ‘Dark Companion’ શીર્ષક હેઠળ હેન્સનનું જીવનચરિત્ર લખ્યું છે, જે 1947માં પ્રગટ થયેલું છે.
નીતિન કોઠારી