હાન, કાન (Han, Kan) (જ. ; અ. 8મી સદી) : તાન્ગ રાજવંશના આશ્રિત ચીની ચિત્રકાર. તેઓ બુદ્ધ, બુદ્ધનું જીવન, તાઓ વિષયો અને ઘોડાનાં આલેખનો કરવા માટે જાણીતા છે. હાને આલેખેલા ઘોડાઓમાં એવી ત્વરા અને જોમ તથા ચુસ્તી પ્રગટ થઈ છે કે સમગ્ર ચીની ચિત્રકલામાં તેમનાં ઘોડાનાં આલેખનો તરવરાટ અને તાકાતની અભિવ્યક્તિની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાયાં છે. એમનાં ઘોડાનાં આલેખનોનો પ્રભાવ સુંગ રાજવંશ(960–1279)નાં ચિત્રકાર લી કુન્ગ્લીન અને યુઆન રાજવંશ(1206–1368)ના ચિત્રકાર ચાઓ મેન્ગ્ફુ પર પણ પડ્યો હતો.

અમિતાભ મડિયા