અટારી (સં. अट्टालिका) : અગાસી, મેડી, નાનો માળ, ઝરૂખો, છજું, રવેશ. કોઈ પણ ઘરના કે મકાનના માળે મોટા ખંડની બહાર પડતી બારી કે બારણા આગળ મકાન સાથે જોડાયેલ સાંકડો બેસવા-ઊઠવાનો ભાગ. તે છાપરા કે છતથી ઢંકાયેલ હોય કે ન પણ હોય. તે ટુકડે ટુકડે અથવા સળંગ આખી ભીંતની પહોળાઈ કે ઊંડાઈ જેટલી લાંબી કે ચારે બાજુ ફરતી નાની ઝૂલતી અગાસી જેવી પણ હોય છે. તેની આગળની બાજુ ઈંટ-સિમેન્ટનો, સિમેન્ટની જાળીનો, લાકડાની જાળીનો કે લોખંડની જાળીવાળો કઠેરો હોય છે. આ કઠેરો સામાન્ય રીતે 1 મીટર જેટલો ઊંચો હોય છે.
કૃષ્ણવદન જેટલી