કર્બજનીકરણ (carbonisation) : જીવાવશેષીકરણ(fossili-sation)નો એક પ્રકાર. કાર્બનિક પેશીજાળ(organic tissues)નું કાર્બન અવશેષના સ્વરૂપમાં અપચયન (reduction) દ્વારા થતું રૂપાંતર. આ પ્રક્રિયામાં પેશીજાળ (tissues) કાર્બનના પાતળા પડરૂપે શેલ જેવા નરમ ખડકોમાં જળવાઈ રહી શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલી વનસ્પતિની જાળવણી જીવાવશેષના આ પ્રકાર દ્વારા શક્ય બની રહે છે, જ્યારે મૃદુશરીરી પ્રાણીઓ ભાગ્યે જ આ રીતે જળવાઈ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા