સ્વરમાન (tone) : સંગીતવાદ્ય અથવા માનવધ્વનિનાં કંપનોથી મળતો અવાજ અથવા તારત્વ (pitch) સહિત શ્રાવ્ય સંવેદન(sensation)ને ઉત્તેજિત કરવા શક્તિમાન એવું ધ્વનિ-દોલન. તે (સ્વરમાન) પોતે સંવેદન છે. આથી ‘સ્વરમાન’ શબ્દ કારણ અને કાર્ય (અસર) એમ બંને માટે વપરાય છે. બંને વચ્ચે સંપૂર્ણ સામ્ય હોય તે જરૂરી નથી. રૂપાંતરક (modifier), સંદર્ભ અથવા માપનના એકમની મદદથી અર્થ સ્પષ્ટ કરવો પડે છે; જેમ કે જો તારત્વ સાથે સ્વરમાનનું વર્ણન થતું હોય તો તે ધ્વનિ-સંવેદન સમજાય છે. જ્યારે આવૃત્તિ સાથેનું સ્વરમાન ભૌતિક દોલન હોય છે.
સ્વરમાનનો અંશ (partial) સ્વર વિનાનો શ્રાવ્ય તીવ્ર સ્વર ગણી શકાય. આથી સંગીતમય ધ્વનિનું સ્વરૂપ (ગુણવત્તા) એટલે કે મૃદુસ્વર, તીક્ષ્ણસ્વર ઉપર આધારિત છે. સ્વર (note) શબ્દ કેટલીક વાર સ્વરમાન(tone)ના પર્યાય તરીકે વપરાય છે. એટલે કે સંવેદન અથવા સંવેદન પેદા કરવું. તે છતાં મૂળભૂત રીતે સ્વર જોકે તારત્વ અને સ્વરમાનસંવેદનની અવધિનો સંકેત દર્શાવે છે. સંવેદન અને ભૌતિક ઉદ્દીપન (ઉત્તેજન) વચ્ચે ભેદ જરૂરી ન હોય ત્યારે સ્વરથી ચાલી શકે.
સામાન્ય મુખ્ય માપક્રમના પ્રથમ અને દ્વિતીય સ્વર વચ્ચેના અંતરાલ(interval)ને પણ સ્વરમાન કહે છે. અંતરાલ રચતી બે આવૃત્તિઓ વચ્ચેનો ગુણોત્તર લગભગ 1: જેટલો હોય છે. આ અંતરાલને પદ (ચરણ – step) અને પૂર્ણચરણ કહે છે. તેનાથી અર્ધાચરણને અર્ધ-સ્વર (semi tone) અથવા અર્ધ-ચરણ કહે છે. આ બાબતે ગુણોત્તર 1: જેટલો હોય છે. પિયાનોની પ્રત્યેક કળ(ચાવી)ના અવાજને સંગીતકારો સ્વરમાન તરીકે ઓળખાવે છે, જેને સ્વરનો સંકેત ગણવામાં આવે છે. કીબોર્ડ ઉપરના અંતરાલ વર્ણવવા તેનો ઉપયોગ થાય છે. શ્વેત કળ અને તેની નિકટ તેમની શ્વેત કે શ્યામ કળ વચ્ચેના અંતરાલને અર્ધ અથવા લઘુ સ્વરમાન કહે છે. બે અર્ધ સ્વરમાન (કીબોર્ડ ઉપર Cથી D માટે) એક પૂર્ણ સ્વરમાન અથવા ગુરુ સ્વરનું સર્જન કરે છે.
પ્રહલાદ છ. પટેલ