સ્થિતિ(સ્થાન)-સદિશ (position vector) : યંત્રશાસ્ત્રમાં, કણના ગતિપથ ઉપરના કોઈક બિંદુ અને સંદર્ભબિંદુને જોડતી રેખા કે સદિશ.

અવકાશમાં કોઈ એક બિંદુ Pનું સ્થાન નિરપેક્ષ રીતે દર્શાવી શકાતું નથી. P બિંદુનું સ્થાન દર્શાવવા માટે કોઈ એક સંદર્ભતંત્રનો આધાર લેવો પડે છે. એ સંદર્ભતંત્રના ઊગમબિંદુ O અને P બિંદુને જોડતા સદિશ ને તે ઊગમબિંદુ Oને અનુલક્ષીને P બિંદુનો સ્થિતિ સદિશ કહે છે.

આકૃતિ 1

P બિંદુને અનુલક્ષીને O – XYZ કાર્ટેઝિયન પદ્ધતિમાં સદિશને P બિંદુનો સ્થિતિ-સદિશ કહે છે. તેને સામાન્યત: થી દર્શાવવામાં આવે છે. P બિંદુને સ્થિર રાખી સંદર્ભતંત્રને બદલતાં સ્થિતિ-સદિશ નાં મૂલ્ય અને દિશા બદલાય છે.

ભૌતિકશાસ્ત્રમાં ઘણી વ્યાખ્યાઓમાં સ્થિતિ-સદિશનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્રવ્યમાન કેન્દ્ર(centre of mass)ની વ્યાખ્યા સ્થિતિ સદિશને આધારે આપવામાં આવે છે.

ધારો કે n કણોના બનેલા તંત્રના જુદા જુદા કણોના સ્થિતિ-સદિશો કોઈ ઊગમબિંદુ Oને અનુલક્ષીને અનુક્રમે છે. તેમના દ્રવ્યમાન અનુક્રમે m1, m2, m3 …… mn છે.

આકૃતિ 2 : n કણોનું તંત્ર

આવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે જેના સ્થિતિ-સદિશ ની વ્યાખ્યા નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે :

અહીં  એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો આપેલા ઊગમબિંદુના સાપેક્ષમાં સ્થિતિ-સદિશ છે.

સુમંતરાય ભીમભાઈ નાયક