અજમાનો રોગ (ભૂકી છારો, powdery mildew) : વનસ્પતિને થતો આ રોગ ઇરાસાઇફી પોલીગોની નામની ફૂગથી થાય છે. સૌપ્રથમ પાન અને ત્યારબાદ ડાળી અને દાણા ઉપર રાખોડી જેવો ભૂકી છારો (મૂળ સિવાય બધા જ ભાગો ઉપર) જોવા મળે છે. દાણા નાના, ચિમળાયેલા અને વણપોષાયેલ રહે છે. ઠંડું ભેજવાળું વાતાવરણ આ રોગનું જનક છે. ઉપાયો : રોગ લાગતાં જ દ્રાવ્ય ગંધકનું 0.2 ટકા દ્રાવણ અથવા એક હેક્ટરે 25 કિગ્રા. 300 મેશનો ગંધક ભૂકા રૂપે છાંટવામાં આવે છે.
ભીષ્મદેવ કિશાભાઇ પટેલ