શાહ ઇસ્માઇલ શહીદ (જ. ?; અ. ઈ.સ. 1505) : સોળમી સદીના મહત્વના મુસ્લિમ સંત. મુઘલકાલીન તવારીખકાર બદાઉનીએ તેમનો ઉલ્લેખ કરી તે સમયના મહત્વના સંત તરીકે નોંધ કરી છે. આમ છતાં સૈયદ મુહમ્મદ જૉનપુરીની વિચારધારા સાથે તેમને મતભેદ હોય કે કેમ, પણ તેમના મકબરાને શાહ ઇસ્માઇલે શાહ ધનેશના સહયોગથી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો એવું બ્લૉચમૅને નોંધ્યું છે. તેઓ શહીદ થયા હતા.
ઈશ્વરલાલ ઓઝા