જીવાણુરહિત રોગોનાં ઔષધો

January, 2012

જીવાણુરહિત રોગોનાં ઔષધો

કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય.

માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU) નામની બીમારી નોતરે છે, જે મગજનો વિકાસ અવરોધે છે. અમુક ખામીઓને કારણે લાંબા સમયે અમુક રોગો થાય છે. દા. ત., સંધિવા (gout) અને મધુપ્રમેહ (diabetes). ન્યૂક્લિઇક ઍસિડના વિઘટનથી ઉત્પન્ન થતો યૂરિક ઍસિડ સાંધામાં ભરાઈ જવાથી વા થાય છે. સ્વાદુપિંડની ખામીને લઈને ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થવાથી કે બિલકુલ બંધ થઈ જવાથી ખાંડ તથા ચરબીનું વિઘટન બરોબર થતું નથી, તેથી મીઠી પેશાબ કે મધુપ્રમેહનો રોગ થાય છે.

વધતી કે મોટી ઉંમરે અંકુશ-કાર્યપદ્ધતિમાં ખામી ઊભી થાય છે. દા. ત., હાડકાંમાં કૅલ્શિયમ ઘટી જઈ છિદ્રાળુતા(osteoporosis) રોગ થાય છે.

શારીરિક બંધારણના વિઘટનની ખામીમાં બાહ્ય તત્વો પણ ભાગ ભજવે છે. દા. ત., વાતાવરણનું પ્રદૂષણ, અમુક સ્થળની ભૌગોલિક સ્થિતિ વગેરે.

વાતાવરણના પ્રદૂષણને લઈને અમુક ઝેરી પદાર્થો શોષાઈને શરીરમાં દાખલ થવાથી કેટલાક રોગો થાય છે.
દા. ત., ઍસ્બેસ્ટોસિસ, સિલિકોસિસ તથા બિસિનોસિસ જે અનુક્રમે ઍસ્બેસ્ટૉસ, રેતી તથા રૂના રજકણો શરીરમાં દાખલ થવાથી થાય છે.

હવામાં અમુક ધાતુઓની વિષમયતા વધી જવાથી પણ રોગો થાય છે. દા. ત., પારો, સીસું તથા સોમલ (arsenic) ધાતુઓ. ઉપરાંત, વિવિધ જંતુનાશક દવાઓ તથા પ્રદૂષક તત્વોની હવામાં હાજરી પણ વિવિધ રોગો પેદા કરે છે.

કેટલાક રોગોમાં ભૌગોલિક સ્થિતિ મુખ્ય ભાગ ભજવે છે. દા. ત., ગળાની બહારની બાજુ ગલગંડ (goitre) થવો. આ થવાનું કારણ ખોરાકમાં આયોડિન તત્વની ઊણપ છે. જેથી થાઇરૉઇડ ગ્રંથિમાં વૃદ્ધિ થાય છે. માટે જ આયોડિનયુક્ત મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. દાંતના ઇનેમલની ખરાબી જે તે સ્થળના પાણીમાં ફ્લોરાઇડ તત્વની માત્રા પર આધારિત હોય છે. ફ્લોરાઇડની અતિ ઓછી કે અતિ વધુ માત્રા પણ દાંત માટે હાનિકારક નીવડે છે. આમ, વિવિધ રોગો વિવિધ કારણોને લઈને થાય છે.

રોગોનું વર્ગીકરણ : રોગોના વર્ગીકરણથી કયા સ્થળે, કયા સમયમાં, કયો રોગ, કયાં કારણોસર, કેટલી માત્રામાં વ્યાપક હતો તે જાણવા મળે છે. તેની ચિકિત્સા બરાબર થઈ શકે છે અને રોગને પ્રસાર થતો અટકાવવાનાં પગલાં લઈ શકાય છે. દા. ત., વીસમી સદીની મધ્યમાં ફેફસાંનું કૅન્સર ભયજનક હદ વટાવી ગયું હતું. એક વાર ક્વચિત્ થતું કૅન્સર પછી પુરુષોમાં વારંવાર જોવા મળતું હતું. પછી સંશોધનથી માલૂમ પડ્યું કે તે સિગારેટના અતિ સેવનને લઈને થાય છે.

નીચેના મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને રોગોનું વર્ગીકરણ થાય છે.

(1) દેહતલસંબદ્ધ (topographical) : પેટ, છાતી વગેરેને લગતા રોગો. જઠર-આંતરડાના રોગો, રક્તવાહિનીના રોગો, પેટના રોગો, છાતીના રોગો આ પ્રકારમાં આવે છે.

(2) દેહરચનાસંબદ્ધ (anatomic) રોગો : આ પ્રકારમાં હૃદય, લિવર અને ફેફસાંના રોગોનો સમાવેશ થાય છે.

(3) દેહક્રિયાસંબદ્ધ (physiologic) રોગો : શ્વસન(respiratory)ના તથા ચયાપચય કે વિઘટન(metabolic)ના રોગો આ પ્રકારમાં આવે છે. શ્વસનરોગો એટલે શ્વાસ લેવામાં અને બહાર કાઢતાં થતી પ્રક્રિયામાં પ્રાણવાયુ મેળવવામાં તકલીફ પડે, જ્યારે વિઘટનના રોગોમાં મધુપ્રમેહ, વા વગેરેનો સમાવેશ થાય છે.

(4) દેહવિકૃતિસંબદ્ધ (pathologic) રોગો : પેથોલૉજિક રોગોમાં રોગપદ્ધતિના સ્વભાવને ધ્યાનમાં લેવાય છે. દા. ત., કૅન્સર જેવા રોગોમાં દુર્દમ્ય ગાંઠો થાય છે.

(5) કારણસંબદ્ધ (etiology) રોગો : રોગનું કારણ જાણ્યા પછી જ તેનું વર્ગીકરણ શક્ય બને છે, જેથી તે રોગજન્ય, અપૂરતા પોષણને અભાવે છે કે ફૂગજન્ય છે તે નક્કી કરવું પડે છે.

(6) વિધિસંકલિત (juristic) રોગો : આમાં કાયદાકીય પરિસ્થિતિ સંકળાયેલી હોય છે. એકલો રહેતો માણસ પથારીમાં મરેલો મળી આવે તો તેના મૃત્યુનું કારણ શું ? આવા કિસ્સા આ પ્રકારમાં વર્ગીકરણ પામે છે.

(7) સંક્રામક/વ્યાપક (epidemiological) રોગો : ચોક્કસ જીવાણુને લીધે ફેલાતા રોગો જેવા કે ટાઇફૉઇડ વગેરે આ પ્રકારમાં આવે છે. અપૂરતું પોષણ, દાંતના રોગો, ગૉઇટર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે.

(8) આંકડાકીય મહત્વ ધરાવતા રોગો : આ વર્ગીકરણમાં રોગનો સમય, ફેલાવો, મૃત્યુ વગેરેના આંકડા ભેગા કરવામાં આવે છે. દા. ત., પ્લેગ.

1. પેટ, આંતરડાં વગેરેના રોગોનાં ઔષધો : અયોગ્ય, અપાચ્ય ખોરાક, અકરાંતિયાની જેમ ખાવું, ચિંતા, આતુરતા વગેરે કારણોને લઈને પાચનતંત્રમાં ગરબડ પેદા થાય છે અને આથી અમ્લતા (acidity), હોજરીનાં ચાંદાં (peptic ulcer) તથા આંતરડાંનાં ચાંદાં (duodenal ulcer), ઊલટી, કબજિયાત વગેરે રોગો થાય છે.

અમ્લતા વધવા માટે જઠરમાં વધુ પ્રમાણમાં ઝમતો ઍસિડ જવાબદાર છે જે હિસ્ટામિન તત્વને લઈને દ્રવે છે. તેને ડામવા માટે 4 પ્રકારનાં ઔષધો શોધાયાં છે. તેમાં (1) એચ-ટુ (H2) રિસેપ્ટર ઍન્ટાગોનિસ્ટ્સ, (2) પ્રોટૉન પંપ અવરોધક, (3) પ્રતિઅમ્લો (antacids) તથા (4) અન્ય છે.

(1) એચટુ રિસેપ્ટર ઍન્ટાગોનિસ્ટ્સ ઔષધો : આ પ્રકારનાં ઔષધોની રાસાયણિક રચનામાં બાજુની શૃંખલા મોટી હોય છે અને મુખ્યત્વે ઇમિડાઝોલ તથા થાયાઝોલ વલયરચના અસ્તિત્વ ધરાવે છે. આ ઔષધો હિસ્ટામિન તથા એચ-ટુ રિસેપ્ટરની અથડામણ અટકાવે છે તથા જઠરરસનું કદ ઘટાડે છે. વળી H+ આયનની સંકેન્દ્રિતતા પણ ઘટાડે છે. મુખ વાટે લેવાતાં સારી રીતે શોષાઈ જાય છે. તે હોજરીમાં ચાંદું થતું અટકાવે છે. તેની આડઅસરો પ્રમાણમાં ઓછી છે. દા. ત., સિમેટિડિનની માત્ર 5% જ આડઅસરો છે. આ ઔષધોની આડઅસરોમાં ગભરામણ, ઊલટી, શરીર પર ચકામા યા શીળસ વગેરે છે. પ્રથમ શોધાયેલા બ્યુરિમેમાઇડ તથા મેટીએમાઇડની અસરકારકતા ઓછી જણાય છે. ઉપર્યુક્ત પ્રકારમાં 4 ઔષધો મુખ્ય છે. તેનો ઉપયોગ અમ્લાધિકતા (acidity) જઠરનું કે આંતરડાંનું ચાંદું, ઝોલિન્ઝર – એલિસન સિન્ડ્રોમ, ગૅસ્ટ્રિક અલ્સર વગેરેમાં થાય છે. આ ઔષધો છે સાઇમેટિડિન, રેનિટિડિન, ફેમોટિડિન તથા નિઝાટિડિન. તેમની રાસાયણિક રચના નીચે મુજબ છે :

સિમેટિડિન કે સાઇમેટિડિન 200, 300, 400 અથવા 800 મિગ્રા.ની ટીકડી રૂપે કે 300 મિગ્રા./મિલિ. દ્રાવણરૂપે મળે છે. આંતરડાંનાં કે જઠરનાં ચાંદાં(gastric ulcer)માં સૂતી વખતે 800 મિગ્રા.ની માત્રા સૂચિત કરેલી છે અથવા 300 કે 400 મિગ્રા. દરરોજ બે વાર પણ વપરાય છે.

રેનિટિડિન હાઇડ્રોક્લોરાઇડરૂપે 150 કે 300 મિગ્રા.ની ટીકડી અથવા 15 મિગ્રા./મિલિ. સિરપરૂપે મુખ વાટે લેવા માટે વપરાય છે. તેનું 0.5 અથવા 25 મિગ્રા./મિલિ.નું ઇંજેક્શન પણ મળે છે.

ફેમોટિડિન 20 કે 40 મિગ્રા.ની ટીકડી અથવા 40 મિગ્રા./5 મિલિ. સસ્પેન્શન રૂપે મળે છે. જ્યારે ઇંજેક્શન 10 મિગ્રા./મિલિ.ની માત્રામાં મળે છે.

નિઝાટિડિન 150 અને 300 મિગ્રા. કૅપ્સ્યૂલ રૂપે મુખ વાટે લેવા માટે મળે છે. તે સૂતા સમયે 300 મિગ્રા. કે દિવસમાં 150 મિગ્રા. બે વાર લેવા માટે સૂચવેલી છે.

(2) પ્રોટૉન પમ્પ અવરોધક ઔષધો (H+, K+ AT pase inhibitors) : ઉપર્યુક્ત ઉત્સેચક ઍસિડ વધુ ઝમવા (secretion) માટે જવાબદાર છે. હવે તેને અવરોધીને અમ્લતા ઓછી કરે તેવાં ઔષધો વિકાસ પામ્યાં છે. સૌપ્રથમ બેન્ઝાઇમિડાઝોલનાં વ્યુત્પન્નો શોધાયાં જેમાંનું પ્રથમ ઔષધ છે ઓમીપ્રાઝોલ. ત્યારબાદ લેન્સોપ્રાઝોલ તથા પેન્ટોપ્રાઝોલ શોધાયાં. ઍસિડનું ઝમણ ગમે તેટલી માત્રા સુધી ઓછું કરવા માટે અને જેમનાં જઠરનાં ચાંદાંમાં એચ-ટુ ઍન્ટાગોનિસ્ટ્સથી ફેર ન પડતો હોય તે માટે આ ઔષધ વપરાય છે. ઓમીપ્રાઝોલની રાસાયણિક રચનામાં સલ્ફીનાઇલ જૂથ વડે બેન્ઝાઇમિડાઝોલ તથા પિરિડિન વલય જોડાયેલાં છે. આ ઔષધ સ્થાયી (stable) છે અને જઠરમાંના ઍસિડનું ઝમણ ઘટાડે છે. તેનું શોષણ ઝડપથી થાય છે. દરરોજ 30 મિગ્રા. પ્રમાણે 7 દિવસ સુધી આપવાથી ઍસિડનું ઉત્પાદન 95% જેટલું ઘટાડી દે છે. તેનો અર્ધજીવનકાળ 30થી 90 મિનિટ છે. તેની રાસાયણિક રચના નીચે મુજબ છે :

ઓમીપ્રાઝોલ

ઓમીપ્રાઝોલ 20 મિગ્રા.ની ટીકડી રૂપે બજારમાં ઉપલબ્ધ છે. જઠરનાં કે આંતરડાંનાં ચાંદાં હોય તો તે 20થી 40 મિગ્રા. રોજ સવારે એમ 8 અઠવાડિયાં સુધી આપવામાં આવે છે.

(3) પ્રતિઅમ્લ (antacids) ઔષધો : સામાન્ય રીતે તે આલ્કલીય કે બેઝિક પદાર્થો હોય છે. તે જઠરના અમ્લને અક્રિય કરે છે. સામાન્ય રીતે થતા વાયુ તથા અમ્લાધિકતામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. પ્રતિઅમ્લ ઔષધોમાં મૂળભૂત ઋણાયન તરીકે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સાઇટ્રેટ, ફૉસ્ફેટ તથા ટ્રાઇસિલિકેટ મુખ્ય છે. છતાં હાઇડ્રૉક્સાઇડ બહોળા પ્રમાણમાં વપરાય છે. બજારમાં પ્રાપ્ય આ ઔષધોમાં ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ જેલ [જે સામાન્ય રીતે Al(OH)3 તથા ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ હાઇડ્રેટ્સનું મિશ્રણ હોય છે] મુખ્ય છે, તે ઘણી વાર Mg(OH)2 અથવા મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડનાં સંયોજન સાથે પણ વપરાય છે. અન્ય ઔષધોમાં મેગાલ્ડ્રેટ, સુક્રાલ્ફેટ, બિસ્મથ વ્યુત્પન્નો તથા પ્રોસ્ટાગ્લેન્ડીન્સનો સમાવેશ થાય છે. બિસ્મથ સામાન્ય રીતે બિસ્મથ સબગેલેટ, સબનાઇટ્રેટ, સબસાઇટ્રેટ વગેરે રૂપે વપરાય છે. આમાંનાં થોડાંકની રાસાયણિક રચના નીચે મુજબ છે :

સુક્રાસલ્ફેટ

(4) પાચનતંત્ર સાફ રાખનાર અન્ય ઔષધો : નાના આંતરડામાં દરરોજ 9 લિ. જેટલું પ્રવાહી પ્રવેશે છે. પછી તે મોટા આંતરડામાં શોષાય છે અને 0.1 લિ. જેટલું મળ રૂપે બહાર નીકળે છે. પણ જ્યારે ઝાડા (diarrhea) થઈ જાય ત્યારે વધુ પાણી નીકળી જાય છે. તે માટે ઇલેક્ટ્રૉલાઇટ દા. ત., મીઠું તથા ખાંડ પાણી સાથે આપવાં પડે છે. તે જ રીતે કબજિયાત (constipation) થાય ત્યારે આંતરડાં સાફ થાય તે માટે અપાતાં ઔષધોને જુલાબ અથવા મૃદુવિરેચક (laxatives) કહે છે.

સારણી 1

મૃદુવિરેચકનું વર્ગીકરણ તથા સરખામણી

જુલાબનાં ઔષધોની સામાન્ય ચિકિત્સામાત્રામાં છૂપી અસર
ઢીલો મળ

1થી 3 દિવસ

અર્ધદ્રાવ્ય ઢીલો મળ

6થી 8 કલાક

પાણી જેવા ઝાડા

1 થી 3 કલાક

કઠણ મળ લાવનાર

ઔષધો-

થૂલું (Bran)

મિથાઇલ સેલ્યુલોઝ

ડૉ. ક્યૂસેટસ

લેક્ટ્યુલોઝ

 

ડાઇફિનાઇલમિથેન

વ્યુત્પન્નો

ફિનોલ્ફથેલિન

બિસાકોડિલ

એન્થ્રાક્વિનોન વ્યુત્પન્નો

સેના

કાસ્કારા સાગ્રાડા

 

સલાઇન કેયેરટિક્સ*

 

સોડિયમ ફૉસ્ફરસ

મૅગ્નેશિયમ સલ્ફેટ

 

મિલ્ક ઑવ્ મૅગ્નેશિયા

દિવેલ

* જુલાબની અસર માટે ઓછી માત્રામાં પણ વપરાય છે.

 

2. વમનરોધી તથા ઊબકા અટકાવનાર ઔષધો (antiemetic and prokinetic agents) : ઊલટી તથા ઊબકા પ્રક્રિયા અત્યંત અટપટી છે અને તેમાં શરીરના ઘણા ભાગોનો હિસ્સો હોય છે. પણ ઊલટીનું કેન્દ્ર ઉત્તેજિત થવાથી આ બંને થાય છે અને તેને રોકવા માટે સારણી 2 મુજબ ઘણાં ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે.

સારણી 2

ઊબકા તથા ઊલટીમાં વપરાતાં કેટલાંક ઔષધો

વર્ગ તથા મૂળ અને માર્ગ (route), માત્રા અને પુખ્ત માટેનું માત્રા સ્વરૂપ
જાહેરાતનું નામ મુખ દ્વારા*

(oral)

ગુદામાર્ગમાં

મૂકવાની ટીકડી

(suppository)

ઇંજેક્શન
ફિનોથાયઝિન્સ

ક્લૉરપ્રોમેઝિન

(થોરેઝિન)

O.SR.L.

10-25 મિગ્રા.

દર 4થી 6 કલાકે

50-100 મિગ્રા.

દર 6થી 8 કલાકે,

25-50 મિગ્રા.

ઇ.મ. દર 3થી

4 કલાકે

પરફીનાઝિન

(ટ્રિલાફોન)

O. L 8થી 16

મિગ્રા. રોજ

5 મિગ્રા. ઇ. મ.

દર 6 કલાકે

પ્રોક્લૉરપેરાઝિન

(કોમ્પેઝિના)

O. L.

5થી 10 મિગ્રા.

3થી 4 વખત

રોજ S. R.

10 મિગ્રા. દર

12 કલાકે

25 મિગ્રા. દર

12 કલાકે

5થી 10 મિગ્રા.

ઇ. મ. દર

3થી 4 કલાકે

(40 મિગ્રા.

સુધી રોજ)

પ્રોમેથાઝિન

(ફેનરગન)

O. L. 25થી

25 મિગ્રા. દર

4થી 6 કલાકે

12.5થી 25

મિગ્રા. દર

4થી 6 કલાકે

12.5થી 25

મિગ્રા. ઇ. મ.

દર 4 કલાકે

બ્યુટિરોફિનોન્સ

ડ્રોપેરિડોલ

(ઇનેપ્સિન)

2.5થી 5

મિગ્રા. ઇ. મ.

અથવા ઇ. વી.

બેન્ઝામાઇડ્સ

મેટોક્લોપ્રોમાઇડ

(રિગ્લાન)

O. L.

5થી 20 મિગ્રા.

3થી 4 વખત રોજ

1.2 મિગ્રા./

કે. જી. ઇ. વી.

પ્રત્યેક 2થી 3

કલાકે ઔષધ-

ચિકિત્સા(chemo-

therapy)ની

શરૂઆત પહેલાં

ટ્રાઇમિથોબેન્ઝા-

માઇડ (ટીગન)

0

250 મિગ્રા. દર

6થી 8 કલાકે

200 મિગ્રા.

દર 6થી 8 કલાકે

200 મિગ્રા.

ઇ. મ. દર 6થી

8 કલાકે

કેનાબિનોઇડ્સ

ડ્રોનાબિનોલ

(મેરિનોલ)

5થી 7.5

મિગ્રા./મી2

1થી 3 કલાક

પહેલાં અને

2થી 4 કલાક

ઔષધચિકિત્સા

(chemo-

therapy) પછી

નાબિલોન

(સિસામેટ)

0.1થી 2મિગ્રા.

1થી 3 કલાક

પહેલાં અને દર

8થી 12 કલાક

ઔષધચિકિત્સા

પછી

O = solid; SR = sustained release; L = liquid

ઇ.મ. intramuscular; ઇ.વી. = intravenous

3. હૃદવાહિકા દાબગ્રાહી (cardiovascular) ઔષધો : હૃદયરોગમાં મુખ્યત્વે રક્તચાપ(blood pressure)માં ફેરફાર, હૃદય પર આક્રમણ (heart attack), હૃદયમાં પડદા(valve)ની ખામી, હૃદય પહોળું થવું, છાતીમાં ડાબી બગલથી ઊતરતો (angina pectoris) દુખાવો, ખભામાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. લોહીમાં ચરબીજન્ય પદાર્થમાંથી મળતા કોલેસ્ટેરૉલ વધી જાય ત્યારે તે ધમનીઓમાં જામી જઈ લોહીના દબાણમાં ફેરફાર લાવે છે. આથી હૃદય પર આક્રમણ થઈ શકે છે, હૃદયને નુકસાન થાય છે. હૃદયને લગતી મોટા ભાગની તકલીફો માટે વપરાતાં ઔષધોમાં નીચેનાંનો સમાવેશ થાય છે.

(1) .સી.. ઇનહિબિટર્સ (angiotensin converting enzyme inhibitors) : રુધિરાભિસરણ તંત્ર માટે રક્તમાં પાણી તથા ઇલેક્ટ્રૉલાઇટનું પ્રમાણ જાળવનાર અને રક્તને શરીરના બળ દ્વારા ફરતું રાખનાર પદ્ધતિને રેનિન-એન્જિયોટેન્સિન પદ્ધતિ કહે છે. આમાં એક પ્રકારનો ઉત્સેચક કે એન્ઝાઇમ નામે કાઇનેઝ II અથવા ડાઇપેપ્ટિડિલ કાબૉર્ક્સિપેપ્ટિડેઝ, એન્જિયોટેન્સિન જે રેનિનનું ક્રિયાશીલ દ્રવ્ય કહેવાય છે તે એન્જિયોટેન્સિન-1ને એન્જિયોટેન્સિન-2માં ફેરવે છે. તેથી ઉપર્યુક્ત ક્રિયાઓમાં ફેરફાર થઈ રક્તનું દબાણ વગેરે બદલાય છે. આ ઉત્સેચકને અવરોધીને હૃદયરોગો અટકાવનાર ઔષધો સારણી 3 પ્રમાણે છે.

સારણી 3

.સી.. ઇનહિબિટર્સ

નામ તથા રાસાયણિક રચના રૂપ/માત્રા

12.5,25,50 કે 100

મિગ્રા.ની ટીકડી રૂપે.

ખાવાના એક કલાક

પહેલાં, 25 મિગ્રા.

દિવસમાં બે કે ત્રણ વાર

એનોલેપ્રિલ મેલિયેટ તરીકે

2.5,5,10 કે 20 મિગ્રા.ની

ટીકડી રૂપે દરરોજ 10થી

40 મિગ્રા. સુધી, એક કે

વધુ વખત વહેંચી

કાઢીને; ઇન્જેક્શન 1.25

મિગ્રા./મિલિ. રૂપે

5,10,20 અને 40

મિગ્રા. ટીકડી રૂપે

શરૂઆતની માત્રા 10

મિગ્રા. રોજ. પછી તે

20થી 40 મિગ્રા. સુધી

વધારાય. મોટે ભાગે

એક વાર અને સાંજે

 

ઉપર્યુક્ત ઔષધોના ઉપયોગથી લોહીના દબાણના ફેરફારમાં રાહત થાય છે. જોકે આ ઔષધો ચિકિત્સકની સલાહ મુજબ જ લેવાં જોઈએ, કારણ કે તેમની આડઅસરો પણ છે. દા. ત., લોહીનું દબાણ એકદમ ઘટી જવું, સ્વાદની પરખ જતી રહેવી, શીળસ, ન્યુટ્રોપેનિયા તથા પ્રોટિન્યુરિયા વગેરે.

સારણી 4

કાર્બનિક નાઇટ્રેટ્સ

નામ અને

બ્રાન્ડ યા

જાહેરાતનું નામ

રાસાયણિક રચના

બનાવટ, માત્રા અને

દાખલ કરવાની પદ્ધતિ*

એમાઇલ નાઇટ્રાઇટ

(આઇસોએમાઇલ

નાઇટ્રાઇટ)

Inh : 0.18 અથવા 0.3

મિલિ. સૂંઘવું

નાઇટ્રોગ્લિસરીન

(ગ્લિસરાઇલ,

ટ્રાઇનાઇટ્રેટ;

નાઇટ્રોબિડ,

નાઇટ્રોસ્ટેટ

વગેરે)

 

 

 

 

T : 0.15થી 0.6 મિગ્રા.

જરૂર મુજબ

S : 0.4 મિગ્રા. / સ્પ્રે

જરૂર મુજબ

C : 2.5થી 9 મિગ્રા. રોજ

2 કે 4 વાર

B : 1 મિગ્રા.

દર 3થી 5 કલાકે

O : 1.25થી 5 સેમી.

(0.5થી 2 ઇંચ) ચામડી

પર દર 4થી 8 કલાકે

D : 1 પટ્ટી (2.5થી 15

(મિગ્રા./24 કલાક) દર

24 કલાકે

Iv : 5 માઇક્રોગ્રામ/મિનિટ

આઇસો-

સોરબાઇડ

ડાઇનાઇટ્રેટ

(આઇસોરડીલ,

સોરબિટ્રેટ

વગેરે)

T : 2.5થી 10 મિગ્રા. દર

2થી 3 કલાકે

T (C) : 5થી 10 મિગ્રા.

દર 2થી 3 કલાકે

T (O) : 10થી 40 મિગ્રા.

દર 6 કલાકે

C : 40થી 80 મિગ્રા.

દર 8થી 12 કલાકે

પેન્ટાઇરીથ્રીટોલ

ટેટ્રાનાઇટ્રેટ

(પેરીટ્રેટ વગેરે)

T (O) : 10થી 40 મિગ્રા.

રોજ 4 વાર

C : 30થી 80 મિગ્રા.

દર 12 કલાકે

*B = બકલ ટીકડી (buccal tablet), C = સસ્ટેઇન્ડ રિલીઝ કૅપ્સ્યૂલ કે ટીકડી,

D = ટ્રાન્સડર્મલ પટ્ટી, Inh = સૂંઘવાનું ઔષધ (inhalant), Iv = નસમાં (intravenous) ઇન્જેક્શન, S = લિન્ગ્યુઅલ સ્પ્રે, T = ટીકડી, સબલિન્ગ્યુઅલ વપરાશ માટે, T (C) ચુસાય તેવી ટીકડી, T (O) = મોઢા વાટે લેવાતી ટીકડી કે કૅપ્સ્યૂલ

હૃદયને મળતો લોહીનો પુરવઠો રુધિરાભિસરણમાં રુકાવટને લઈને ઓછો થઈ જાય, ઉપરાંત ઑક્સિજનની ઊણપ વરતાય ત્યારે છાતી-બગલનો દુખાવો (angina pectoris) થાય છે. આ માટે વપરાતાં ઔષધોમાં કાર્બનિક નાઇટ્રેટ્સ, કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર્સ તથા બીટા ઍડ્રિનર્જિક ઍન્ટાગોનિસ્ટનો સમાવેશ થાય છે.

(2) કાર્બનિક નાઇટ્રેટ્સ : 1846માં પ્રથમ નાઇટ્રોગ્લિસરીનનું સંશ્લેષણ થયું અને ત્યાર પછી અન્ય નાઇટ્રેટ વ્યુત્પન્નો અસ્તિત્વમાં આવ્યાં. કાર્બનિક નાઇટ્રેટ્સ નાઇટ્રિક ઍસિડનાં પૉલિયોલ એસ્ટર વ્યુત્પન્નો છે. વિવિધ વ્યુત્પન્નો સારણી 4 મુજબ છે.

(3) કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર્સ : કૅલ્શિયમ આયન (Ca2+) હૃદયના સ્નાયુઓના પડમાં દાખલ થાય અને તેની સંકેન્દ્રિતતા વધી જાય ત્યારે હૃદયના આ સ્નાયુઓનું સંકોચન થાય છે. આથી હૃદયની કાર્યવાહી અવરોધાય છે. આ પ્રક્રિયા વધતી રોકવા માટે વપરાતાં ઔષધો કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર્સ તરીકે ઓળખાય છે (સારણી 5).

આ ઔષધો ટીકડી રૂપે કે કૅપ્સ્યૂલ રૂપે ઉપલબ્ધ છે. દા. ત., નિફેડિપિન 10 અને 20 મિગ્રા.ની ટીકડી અને પ્રારંભિક માત્રા 10 મિગ્રા. 3 વાર દિવસમાં, નિફારડિપિન 20 અને 30 મિગ્રા.ની ટીકડી અને માત્રા 20થી 40 મિગ્રા. દિવસમાં ત્રણ વાર, નિમોડિપિન 30 મિગ્રા.ની કૅપ્સ્યૂલ રૂપે અને સૂચિત માત્રા 60 મિગ્રા. દર 4 કલાકે. વેરાપામિલ મળે છે 40, 80 તથા 120 મિગ્રા.ની ટીકડી તથા 240 મિગ્રા.ની સમર્થક મુક્તિ ટીકડી (sustained release tablet ) રૂપે, જ્યારે તેનું ઇંજેક્શન 2.5 મિગ્રા./મિલિ.નું મળે છે. ડિલ્ટીયાઝેલ હાઇડ્રોક્લોરાઇડ ટૅબ્લેટ અને સસ્ટેઇન્ડ રિલીઝ ટૅબ્લેટ રૂપે મળે છે.

(4) બીટા ઍડ્રિનર્જિક ઍન્ટાગોનિસ્ટ : વધુ પડતા શ્રમને લઈને થતા છાતી-બગલના દુખાવા(angina pectoris)માં આ ઔષધો સારું કામ આપે છે. તેમની રાસાયણિક રચના તથા માત્રા વગેરે સારણી 6માં દર્શાવાયાં છે.

સારણી 5 : કેટલાક કૅલ્શિયમ બ્લૉકર્સની હૃદય પર થતી અસરની સરખામણી*
નામ તથા રચના વાસોડાઇલેશન

(કોરેનરી ફ્લો)

સપ્રેશન

(હૃદયના

સંકોચનનું)

સ્થિતિસ્થાપક

(આપોઆપ થતું

સપ્રેશન)

અયન ફેરફારનું

સપ્રેશન

(એવી. નૉડ)

3 2 5 4

 

5 0 1 0

 

5 1 1 0

 

5 1 1 0
4 4 5 5
* હૃદય અને ધમનીમાં થતી અસરો; 0 એટલે ‘કોઈ જ અસર નહિ’થી વધતા ક્રમમાં 5 સુધી.

સારણી 6 : બીટા ઍડિનર્જિક ઍન્ટાગોનિસ્ટ્સ ઔષધોની રાસાયણિક રચના તથા તેની માત્રા

નામ રાસાયણિક રચના સ્વરૂપ તથા માત્રા
નોનસિલેક્ટિવ ઍન્ટાગોનિસ્ટ્સ
પ્રોપ્રાનોલોલ પ્રોપ્રાનોલોલ હાઇડ્રોક્લોરાઇડ

10થી 90 મિગ્રા. ટીકડી; ઇન્જેક્શન 1 મિગ્રા./મિલિ.

80, 120, 160 મિગ્રા. SR કૅપ્સ્યૂલ

નાડોલોલ 20,40,80,120 તથા 160 મિગ્રા. ટીકડી રૂપે

રોજ એક વાર 40 મિગ્રા.

ટિમોલોલ 5,10,20 મિગ્રા. ટીકડી

શરૂઆતની માત્રા 10 મિગ્રા.

રોજ બે વાર

પિન્ડોલોલ 5 તથા 10 મિગ્રા. ટીકડી,

5 મિગ્રા. રોજ બે વાર.

લેબેટેલોલ 100, 200 તથા 300 મિગ્રા. ટીકડી,

પ્રાથમિક માત્રા 100 મિગ્રા. દિવસમાં બે વાર,

ઇન્જેક્શન 5 મિગ્રા./મિલિ.

બીટા1 સિલેક્ટિવ ઍન્ટાગોનિસ્ટ્સ
પેટ્રોપ્રોલોલ 50, 100 મિગ્રા. ટીકડી

પ્રાથમિક માત્રા 100 મિગ્રા./રોજ

મેટોપ્રોલોલ ટાર્ટરેટ તરીકે

એટેનોલોલ 50 તથા 100 મિગ્રા. ટીકડી

પ્રારંભિક માત્રા 50 મિગ્રા./રોજ

એસ્મોલોલ એસ્મોલોલ હાઇડ્રોક્લોરાઇડ તરીકે

250 મિગ્રા./મિલિ. દ્રાવણ તરીકે,

પ્રારંભિક માત્રા 500 માઇક્રોગ્રામ/કે.જી.

એસિબ્યુટોલોલ એસિબ્યુટોલોલ હાઇડ્રોક્લોરાઇડ તરીકે 200

તથા 400 મિગ્રા. કૅપ્સ્યૂલમાં ઉપલબ્ધ,

પ્રારંભિક માત્રા 400 મિગ્રા./રોજ

આડઅસરો ઓછી કરવા માટે ઉપર્યુક્ત ઔષધો હંમેશાં અન્યનાં સંયોજન સાથે જ આપવામાં આવે છે. એ.સી.ઈ. ઇનહિબિટર્સ, કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર્સ વગેરે ઔષધો લોહીના ઊંચા દબાણ- (hypertension)માં અપાય છે જ. ઉપરાંત અનુકંપીરોધીસમ ઔષધો, મૂત્રલ તથા વાહિનીવિસ્તારક (vasodilator) પણ આપવામાં આવે છે. તેનું વર્ગીકરણ કાર્યશક્તિ પરથી કરવામાં આવ્યું છે (જુઓ સારણી 7).

ઉપર્યુક્ત કેટલાંક ઔષધોની રાસાયણિક રચના નીચે પ્રમાણે છે :

વાહિનીવિસ્તારક (vasodilator) : લોહીના ઊંચા દબાણમાં ધમની સંકોચાવાથી ઊંચું દબાણ થાય છે તેમાં આવાં ઔષધો ધમનીનું સંકોચન ઓછું કરે છે અને લોહીનું દબાણ ઘટાડે છે. આ પ્રકારનાં મુખ્ય ઔષધો નીચે મુજબ છે :

સારણી 8
નામ રાસાયણિક રચના સ્વરૂપ તથા માત્રા
હાઇડ્રાલાઝિન હાઇડ્રાલાઝિન

હાઇડ્રોક્લોરાઇડ તરીકે

10, 25, 50 તથા

100 મિગ્રા. ટીકડી રૂપે

ઉપલબ્ધ. રોજ 25થી

100 મિગ્રા. બે વાર

મિનોક્સિડિલ 25 અને 10 મિગ્રા.

ટીકડી તરીકે ઉપલબ્ધ.

પ્રારંભિક માત્રા દરરોજ

5 મિગ્રા.

સોડિયમ

નાઇટ્રોપ્રુસાઇડ

2 અથવા 5 મિલિ.ની

વાયલ જે

50 મિગ્રા. ઔષધ

ધરાવે છે.

 

ડાયાઝોક્સાઇડ

 

15 મિગ્રા./મિલિ.

ઇજેક્શન રૂપે

 

(5) ગ્રંથિરસ (hormone) અને ગ્રંથિરસરોધી અસરકારક ઔષધો : ગ્રંથિરસ અંત:સ્રાવી (hormonal endocrine) ગ્રંથિઓમાંથી મળતો સ્રાવ છે અને અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓના કાર્યશીલ પદાર્થમાંથી બનાવેલ ઔષધ તરીકે વપરાય છે. ગ્રંથિરસ ઔષધ તરીકે વપરાતાં કેટલાંક અગત્યનાં ઔષધો નીચે પ્રમાણે છે :

સારણી 9
        જૂથ 1 જૂથ 2
વૃદ્ધિપોષક રસ (growth પીતગ્રંથિપ્રેરક રસ (luteinizing
hormone) (gH) hormone) (LH or ICSH)
પૂર્વદુગ્ધક રસ (prolactin) (Prl) બીજઉત્પ્રેરક રસ (follicle stimulating hormone) (FSH)
જરાયુ દુગ્ધક (placental

lactogen)(PL.)

જરાયુ પ્રજનક રસ (chorionic

gonadotropin) (CG)

ગલગ્રંથિ ઉત્પ્રેરક રસ (thyroid stimulating hormone)(TSH)
જૂથ 3
કૉર્ટિકોટ્રોપિન (ACTH)
આલ્ફા-મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન (α-MSH)
બીટા-મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન (β-MSH)
બીટા-લિપોટ્રોપિન (β-LPH)
ગામા-લિપોટ્રોપિન (γ-LPH)

ઉપર્યુક્ત ઔષધો માનવીય શરીરના વિકાસ માટે, ઊંચાઈ વધારવા, ગલગ્રંથિ(thyroid)ને લીધે થતા રોગોમાં, ગર્ભધારણ વગેરે શારીરિક ક્ષતિઓ માટે વપરાય છે. ગલગ્રંથિ બે ગ્રંથિરસ આપે છે : થાયરૉક્સિન તથા ટ્રાઇઆયોડોથાયરોનિન. તેમની ઊણપને લઈને કે વધુ પડતા સ્રાવને લઈને થતા ન્યૂન (hypo) અથવા અધિક (hyper) ગલગ્રંથિરોગ(thyroidism)માં ગલગ્રંથિનું ચૂર્ણ, ગોવંશી પ્રાણીની પીયૂષિકા(bovine pituitaries)માંથી બનાવેલ થાયરોટ્રોપિન એમ ઘણાં ઔષધો વાપરવામાં આવે છે.

સ્ત્રીઓમાં જાતીય અંગો માટે ઉપયોગી સ્ત્રીજન (estrogen) ઔષધો જાણીતાં છે. મોં વાટે લેવાતાં ગર્ભનિરોધક ઔષધો, માસિક ધર્મ, સુવાવડ કે ગર્ભધારણ, પીડાયુક્ત માસિક (dysmenorrhea), ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થવો વગેરે માટે ડાઇઇથાઇલસ્ટિલ્બેસ્ટેરોલ, એસ્ટ્રાડાયોલ, એસ્ટ્રોન, ઇથિનાઇલ એસ્ટ્રાડાયોલ, ક્લોરોટ્રાઇએનિસિન એમ ઘણાં ઔષધરૂપમાં પ્રાપ્ય છે. સ્ત્રીજનનો વધારો અવરોધતાં પ્રતિસ્ત્રીજન (anti-estrogen) ઔષધો જેવાં કે ક્લૉમિફિન તથા ટેમોક્સિફેન પણ બજારમાં પ્રાપ્ય છે. આ જ પ્રમાણે પ્રજનનસહાયક (progestin) દા. ત., પ્રોજેસ્ટેરોન, મેગેસ્ટ્રોલ વગેરે પ્રતિપ્રજનન (anti-progestins) દા. ત., મીફેપ્રિસ્ટોન જે ગર્ભપાત કરવા (abortion) માટે હાલમાં વપરાય છે.

પુરુષજન (androgen) તરીકે વપરાતાં ઔષધોમાં વૃષણરસ (testosterone) તથા વ્યુત્પન્નો, નાન્ડ્રોલોન તથા વ્યુત્પન્નો, ડાનાઝોલ, સ્ટાનોઝોલોલ, ઑક્સાન્ડ્રોલોન, ઑક્સિમિથોલોન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રમાણે પ્રતિપુરુષજન (anti-androgen) ઔષધો પણ પ્રાપ્ય છે. કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધો દા. ત., કૉર્ટિસોલ, પ્રેડનિસોન, કૉર્ટિસોન, કૉર્ટિકોસ્ટેરોન, બિટામિથાસોન, ડેક્સામિથાસોન વગેરે શરીરમાં સોજા માટે, આંખની બીમારી માટે એમ ઘણા રોગોમાં વપરાય છે.

આ ઔષધોનાં વર્ણનો, વિષાળુતા, આડઅસરો વગેરે જાણી લેવાં જરૂરી છે. અગ્ન્યાશય કે સ્વાદુપિંડ (pancreas) નામક ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન સ્રવે છે. જેના થોડા કે સંપૂર્ણ અભાવથી મધુપ્રમેહ થાય છે. આ એક જાણીતો છતાં ગંભીર રોગ છે.

5. ઇન્સ્યુલિન, મધુપ્રમેહ તથા તેને ડામનાર ઔષધો (antidiabetics) : મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ બે પ્રકારના હોય છે : (1) ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલિટ્સ (IDDM or Type-I diabetes) તથા ઇન્સ્યુલિન બિનઆધારિત ડાયાબિટીસ મેલિટ્સ (NIDDM or Type-II diabetes). મધુપ્રમેહ ઘણાં કારણોસર થાય છે. તેમાં લિપિડની વિઘટનક્રિયામાં વિક્ષેપ કે પ્રોટીન તથા કાર્બોદિત પદાર્થોનાં વિઘટનમાં ફેરફાર, ખાંડનો અતિરેક અથવા રક્તઅતિશર્કરતા (hyperglycaemia) વગેરેનો સમાવેશ થાય છે. સ્વાદુપિંડ ગ્રંથિમાં ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય કે બિલકુલ ન થાય તો ખાંડનું ગ્લુકોઝરૂપાંતર બંધ થઈ જાય છે. મધુપ્રમેહ વારસાગત પણ હોઈ શકે છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને ગ્લાઇકોજન તરીકે યકૃત(liver)માં સંગ્રહ માટે ઉત્તેજિત કરે છે અને ઍમિનોઍસિડને સ્નાયુઓમાં પ્રોટીન તરીકે સંઘરવામાં મદદ કરે છે.

ઇન્સ્યુલિન : મધુપ્રમેહના દર્દીએ ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન લેવાં પડે છે. અમેરિકામાં મળતાં ઇન્સ્યુલિન ઔષધો નીચે મુજબ છે :

સારણી 10
પ્રકાર માનવી ગોમાંસ/

ભૂંડમાંસ

ગોમાંસ ભૂંડમાંસ
ઝડપી
ઇન્સ્યુલિન ઇંજેક્શન

 

પ્રોમ્પ્ટ ઇન્સ્યુલિન ઝિંક સસ્પેન્શન

R,RB

S

 

S

P

 

S

P,C,S,

PB

P

મધ્યમ
આઇસોફેન ઇન્સ્યુલિન

સસ્પેન્શન (NPH)

ઇન્સ્યુલિન ઝિંક સસ્પેન્શન

R

R

S

 

S

S, P

 

S, P

P

P

ધીમું
એક્સ્ટેન્ડેડ ઇન્સ્યુલિન ઝિંક

સસ્પેન્શન (અલ્ટ્રાલેન્ટે)

R S S, P
પ્રોટામિન ઝિંક ઇન્સ્યુલિન

સસ્પેન્શન (PZI)

S P P
મિશ્ર
30% રેગ્યુલર/ 30% NPH R P
S = સ્ટાન્ડર્ડ ઇન્સ્યુલિન, P = પ્યોરિફાઇડ ઇન્સ્યુલિન, C = પ્યોરિફાઇડ કૉન્સન્ટ્રેટેડ ઇન્સ્યુલિન, R = ઝરિકોમ્બિનન્ટ કે સિન્થેટિક હ્યૂમન ઇન્સ્યુલિન, RB = બફર્ડ હ્યૂમન ઇન્સ્યુલિન, PB = પ્યોરિફાઇડ બફર્ડ ઇન્સ્યુલિન

ઇન્સ્યુલિનની આડઅસરોમાં રક્તશર્કરન્યૂનતા (hypo- glycaemia) થાય છે, જેને લઈને પરસેવો, ધ્રુજારી, ઝાંખું દેખાવું, ભૂખ, મૂંઝવણ, બેભાન થઈ જવું વગેરે થાય છે. ઉપરાંત ઇન્સ્યુલિન ઍલર્જી, લિપોએટ્રોફી તથા લિપોહાઇપરટ્રોફી, ઇન્સ્યુલિન એડીમા વગેરેનો પણ સમાવેશ થાય છે.

સલ્ફોનાઇલ યૂરિયા વ્યુત્પન્નો : ઇન્સ્યુલિન પછી મધુપ્રમેહમાં વપરાતાં બીજાં અગત્યનાં ઔષધોમાં સલ્ફોનાઇલ યૂરિયાનાં વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે. આ ઔષધો પૅન્ક્રિયાટિક બીટા કોષોમાંથી ઇન્સ્યુલિનને ઝમવા માટે ઉત્તેજિત કરે છે અને રક્તશર્કરન્યૂનતા કરે છે, એટલે કે ખાંડનું પ્રમાણ ઘટાડે છે. આ પ્રકારનાં ઔષધો બે પ્રકારનાં છે : (1) પ્રથમ પેઢીનાં ઔષધો દા. ત., ટોલ્બ્યુટામાઇડ, ક્લોરપ્રોપેમાઇડ, ટોલાઝેમાઇડ, ઍસિટોહેક્ઝામાઇડ વગેરે. (2) બીજી પેઢીનાં અને વધુ કાર્યક્ષમ ઔષધોમાં ગ્લાઇબ્યુરાઇડ અથવા ગ્લાઇબૅન્ક્લેમાઇડ, ગ્લિપિઝાઇડ તથા ગ્લિક્લાઝાઇડનો સમાવેશ થાય છે.

તેમની રાસાયણિક રચના તથા બજારમાં મળતાં સ્વરૂપો જોતાં તે વિસ્થાપિત એરાઇલસલ્ફોનાઇલ યૂરિયા કહેવાય છે અને મોટે ભાગે તે ટૅબ્લેટરૂપે પ્રાપ્ય છે.

સારણી 11

સલ્ફોનાઇલ યૂરિયા વ્યુત્પન્નોની રાસાયણિક રચના તથા સ્વરૂપો

સામાન્ય સૂત્ર સ્વરૂપ તથા
માત્રા
R1 R2
પ્રથમ પેઢી :

ટોલ્બ્યુટામાઇડ

 

H3C-

-C4H9

250 અને

500 મિગ્રા.

ટીકડી

ક્લૉપ્રોપેમાઇડ Cl- -C3H7 100 અને

250 મિગ્રા.

ટીકડી

ટોલાઝેમાઇડ H3C- 100, 250

અને 500

મિગ્રા. ટીકડી

ઍસિટોહેક્ઝામાઇડ H3CCO- 250 અને

500 મિગ્રા.

ટીકડી

દ્વિતીય પેઢી :

ગ્લાઇબ્યુરાઇડ

(ગ્લાઇબૅન્ક્લેમાઇડ)

1,25,2.5

તથા 5 મિગ્રા.

ટીકડી

ગ્લિપિઝાઇડ 5 તથા 10

મિગ્રા. ટીકડી

ગ્લિક્લાઝાઇડ H3C- 40 મિગ્રા.

ટીકડી

ઉપર્યુક્ત વ્યુત્પન્નોની આડઅસરો 4 % જેટલા દર્દીઓમાં જોવા મળે છે. મુખ્ય આડઅસરોમાં રક્તશર્કરન્યૂનતા, ગભરામણ, ઊલટી, રક્તકણઅવજનન પાંડુરોગ (aplastic anaemia) તથા રક્તકણવિઘટન પાંડુરોગ (hemolytic anaemia), ત્વચા પર ચકામાં વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય રક્તશર્કરાન્યૂનતાકારક (hypoglycaemic) ઔષધોમાં સિગ્લિટાઝોન, ગ્લુકોસિડેઝ ઇનહિબિટર્સ દા. ત., એકારબોઝ, ગ્લુકાગોન, સોમેટોસ્ટેરિન, ડાયાઝોક્સાઇડ વગેરે ઔષધોનો સમાવેશ થાય છે જે મોટે ભાગે મુખ વાટે લેવાનાં હોય છે.

6. મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરતાં ઔષધો : મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરનાર ઔષધો 3 પ્રકારનાં હોય છે : (1) સામાન્ય મધ્યસ્થ ચેતાતંત્રને શાંત કરનારાં (general CNS depressants), (2) સામાન્ય મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજિત કરનારાં (general CNS stimulants) અને (3) મધ્યસ્થ ચેતાતંત્રના કાર્યમાં ચોક્કસ રીતે ફેરફાર કરનારાં. પહેલા પ્રકારમાં નિશ્ચેતક વાયુઓ (anesthetic gases), વરાળ, એલિફેટિક મદ્યાર્ક અને કેટલીક પીડાશામક સંમોહક (hypnotic), શામક (sedative) દવાઓનો સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં ફિનાઇલ ટેટ્રાઝોલ અને તેવાં જ અન્ય વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે. ત્રીજા પ્રકારમાં ઔષધો કાં તો શાંતિ લાવે છે અથવા તો ઉત્તેજના જગાડે છે. છેલ્લો પ્રકાર મુખ્ય છે કારણ કે તેમાં ઘણી બધી જાતના ઔષધપ્રકારોનો સમાવેશ થાય છે. દા. ત., અપસ્માર વિરોધી, પાર્કિન્સનતા વિરોધી (anti-Parkinsonism), અફીણી (opioid) તથા બિનઅફીણી (non-opioid) વેદનાશામક ભૂખનિવારક (appetite suppression), ઍન્ટિઇમેટિક્સ, વેદનાશામક (analgesic), તાવશામક (antipyretic), ન્યૂરોલેપ્ટિક્સ, શાતાપ્રેરક (tranquillizers), શામક, સંમોહક વગેરે.

ઉપર્યુક્ત બધાં ઔષધોની અસર પૂરક (additive) હોય છે. નિશ્ચેતકો 2 પ્રકારનાં હોય છે : સ્થાનિક તથા સામાન્ય. તેમાં ઈથર, ક્લૉરોફૉર્મ વગેરેનો સમાવેશ થાય છે. વાઢકાપ વખતે નિશ્ચેતક આપતાં પહેલાં અમુક ઔષધો અપાય છે, જે શામક અને સંમોહક વર્ગ તરીકે ઓળખાય છે. તેમાં બેન્ઝોડાયાઝેપિન, બારબિટ્યુરેટ્સ, એન્ટિહિસ્ટામિન, ફિનોથાયાઝિન્સ, બ્યુટિરોફિનોન્સ તથા ઓપીઑઇડ વર્ગનાં રસાયણોનાં વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે.

સામાન્ય નિશ્ચેતકોમાં એન્ફલુરેન, આઇસોફ્લુરેન, મિથોક્સિફ્લુરેન, નાઇટ્રસ ઑક્સાઇડ વગેરેનો સમાવેશ થાય છે. નસ દ્વારા અપાતાં નિશ્ચેતકોમાં બારબિટ્યુરેટ્સ દા. ત., થાયોપેન્ટાલ સોડિયમ, મિથોહેક્સિટાલ સોડિયમ તથા થાઇએમાઇલાલ સોડિયમનો સમાવેશ થાય છે. બીજું જૂથ છે બેન્ઝોડાયાઝેપિન્સનું જેમાં ડાયાઝેપામનો સમાવેશ થાય છે. બીજાં છે ઇટોમિડેટ, ઓપીઑઇડ એનાલ્જેસિક્સ, પ્રોપોફોલ વગેરે.

સ્થાનિક નિશ્ચેતકોમાં પ્રોકેઇન, કોકેઇન, લિડોકેઇન, ટેટ્રાકેઇન, મેપિવાકેઇન તથા ઇટિડોકેઇનનો સમાવેશ થાય છે.

અમુક સ્થાનિક નિશ્ચેતકોની રાસાયણિક રચના :

મગજ શાંત રાખવા સંમોહક તથા શામક ઔષધો અપાય છે, જેમાં બેન્ઝોડાયાઝેપિન્સનાં વ્યુત્પન્નો જેવાં કે આલ્પ્રાઝોલામ, ક્લોરડાયઝેપૉક્સાઇડ, ડાયાઝેપામ, ફ્લુરાઝેપામ, લોરાઝેપામ, મિડાઝોલામ વગેરેનો સમાવેશ થાય છે. બેન્ઝોડાયાઝેપિનની સામાન્ય રાસાયણિક રચના નીચે મુજબ છે :

એક સમયે બારબિટ્યુરેટ ઔષધો દા. ત., બ્યુટાબારબિટાલ, એમોબારબિટાલ વગેરે સંમોહક તથા શામક ઔષધો તરીકે વપરાતાં હતાં પણ હવે તેમને બેન્ઝોડાયાઝેપિન્સ વ્યુત્પન્નોએ અવગણી કાઢ્યાં છે.

અન્ય ઔષધોમાં ઇથક્લૉરવિનોલ, ગ્લુટેથિમાઇડ, મેપ્રોબામેટ, પેરાલ્ડિહાઇડ વગેરે આવે છે. માનસિક રોગોમાં મુખ્ય રોગ છે સાઇકોસિસ. આ રોગમાં વપરાતાં ઔષધોમાં ફિનોથાયઝિન્સ વ્યુત્પન્નો જેવાં કે ક્લોરપ્રોમેઝિન, ટ્રાઇફ્લુપ્રોમેઝિનનાં હાઇડ્રોક્લોરાઇડ, મેસોરિડાઝિન બેસિલેટ, થાયોરિડાઝિન, હાઇડ્રોક્લોરાઇડ, ફલ્યુફ્રિનાઝિન હાઇડ્રોક્લોરાઇટ, પરફિનાઝિન, ઍસિટોફિનાઝિન મેલિએટ, ટ્રાઇફ્લોપેરાઝિન, હાઇડ્રોક્લોરાઇડ, થાયોઝાન્થીન્સ વ્યુત્પન્નો જેવાં કે ક્લોરપ્રોથીક્સિન થાયોથિક્સિન હાઇડ્રોક્લોરાઇડ તથા અન્યમાં હેલોપેરિડોલ, લોક્સેપિન, સક્સિનેટ, પિમોઝાઇડ વગેરે વપરાય છે.

મોટા ભાગનાં માનસિક દરદોમાં ટ્રાઇસાઇક્લિક તથા એટાઇપિકલ ઍન્ટિડિપ્રેસન્ટ પ્રકારનાં ઔષધો વપરાય છે. તેમાં ઇમીપ્રામિન, એમિટ્રિપ્ટિલિન, ડૉક્સેપિન, નોરાટ્રિપ્ટિલિન, એમોક્સાપ્રિન, મેપ્રોટિલિન, ટ્રાઝોડોન, ફ્લુઓક્સેટિન વગેરેનો સમાવેશ થાય છે. હતાશામાં ટ્રેનિલસાયપ્રોમિન, ફેનિલઝિન તથા આઇસોકાબૉર્ક્સાઝાઇડ જેવાં માઓ ઇનહિબિટર્સ એટલે કે મોનોએમીન ઑક્સિડેઝ જેવાં ઔષધો વપરાય છે.

માનસિક રોગોમાં એક મુખ્ય રોગ છે વાઈ, ફેફરું અથવા અપસ્માર. તેમાં દર્દીને તાણ યા ધ્રુજારી આવે છે જે આંશિક તથા સાર્વત્રિક એમ બે પ્રકારની હોય છે. તેમાં વપરાતાં ઔષધોમાં હાઇડેન્ટોઇન્સ દા. ત., ફેનિટોઇન, મેફેનિટોઇન વગેરે; બારબિટ્યુરેટ્સ દા. ત., ફિનોબારબિટલ, મેફોબારબિટલ, પ્રિમિડોન વગેરે, ઇમિનોસ્ટિલબિન પ્રકારનાં દા. ત., કારબામેઝેપિન; સક્સિનિમાઇડ્સ પ્રકારનાં દા. ત., ઇથોસક્સિમાઇડ, વાલ્પ્રોઇક ઍસિડ; ઑક્સાઝોલિડિનડાયોન્સ પ્રકારનાં દા. ત., ટ્રાઇમિથાડાયોન; બેન્ઝોડાયાઝેપિન્સ પ્રકારનાં દા. ત., ક્લોનાઝેપામ અને અન્ય જેવાં કે ફિનાસેમાઇડ વગેરેનો સમાવેશ થાય છે. આમાંનાં કેટલાંકની રાસાયણિક રચના નીચે પ્રમાણે છે :

વા તથા સંધિવામાં વપરાતાં ઔષધો : સંધિવા તથા વાનું કોઈ ચોક્કસ કારણ નથી. જનીનજન્ય, પ્રતિકારજન્ય અને અન્ય સ્થાનિક કારણો ઉપરાંત વિષાણુનો ઉપદ્રવ પણ આ રોગમાં કારણભૂત બને છે જેથી તે વધે છે. તેમાં સાંધાનો દુખાવો તથા સોજો મુખ્ય હોય છે. આ રોગમાં વપરાતાં ઔષધોની આડઅસરોમાં પાચનતંત્ર- (gastrointestinal)ની છે જેમાં છાતીમાં બળતરા, જઠરમાં ચાંદું, નાના આંતરડામાં ચાંદું, રક્તસ્રાવ વગેરે છે અને કોઈક વાર મૃત્યુ પણ નીપજે છે. આ ઔષધોમાં સેલિસાયોલેટ્સ વ્યુત્પન્નો, પાયરેઝોલોન વ્યુત્પન્નો, પૅરાઍમિનોફિનોલનાં વ્યુત્પન્નો, પ્રોપિયોનિક ઍસિડ વ્યુત્પન્નો, ગોલ્ડ, કોલ્ચિસિન, એલોપ્યૂરિનોલ વગેરેનો સમાવેશ થાય છે.

સેલિસાઇલેટ વ્યુત્પન્નોની રાસાયણિક રચના :

પાયરેઝોલોન વ્યુત્પન્નોની રાસાયણિક રચના :

પૅરાઍમિનોફિનોલ વ્યુત્પન્નોની રાસાયણિક રચના :

પ્રોપિયોનિક ઍસિડ વ્યુત્પન્નોની રાસાયણિક રચના :

અન્ય ઔષધોની રાસાયણિક રચના :

જીવાણુરહિત રોગોનાં ઔષધો હજી પણ વિકાસ પામ્યે જ જાય છે. નવાં નવાં ઔષધો શોધાતાં જાય છે. પ્રજીવકો અથવા વિટામિનને જો ઔષધો ગણીએ તો કદાચ આ યાદી હજી વધુ વિસ્તાર પામે, કારણ કે પ્રજીવકોની ખામીથી યા ઊણપથી પણ સ્કર્વી, બેરીબેરી તથા ચામડીના અન્ય રોગો થાય છે. તે માટે પ્રજીવકોનાં ઔષધો લેવાં પડે છે. ઔષધોની આડઅસરો લક્ષમાં લઈને તથા ચિકિત્સકની સલાહ મુજબ જ ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઔષધોની સ્વયંચિકિત્સા (self-medication) કોઈ પણ સંજોગોમાં હિતાવહ નથી.

યોગેન્દ્ર કૃ. જાની

મૂકેશ પટેલ