ઍટ્રિયમ : જુદાં જુદાં સ્થાપત્યમાં તેનો અર્થ જુદી જુદી રીતે થયો છે : (1) ઇટ્રુસ્કન અને રોમન સ્થાપત્યમાં નળિયાથી ઢંકાયેલ ઢળતી છતવાળાં મકાનો વડે ઘેરાયેલો ખુલ્લા ચોકવાળો ભાગ; જેમકે હાઉસ ઑફ ધ સિલ્વર વેડિંગ, પોમ્પેઇ. (2) ખ્રિસ્તી સ્થાપત્યમાં ચર્ચની સન્મુખે આવેલો ખુલ્લો ચોક, જે મોટેભાગે સ્તંભાવલીયુક્ત લંબચોરસ હોય છે; જેમકે સેન્ટ એમ્બ્રોજીયોનું ચર્ચ, મિલાન, લગભગ 1080-1128. (3) રેનેસાંસ સ્થાપત્યમાં પ્રવેશખંડ એટ્રિયમ તરીકે ઓળખાય

એટ્રિયમ

છે. (4) ઓગણીસમી અને વીસમી સદીના સ્થાપત્યમાં ઇમારતમાં કે ઇમારતોની વચ્ચે આવેલું પ્રાંગણ; જેમ કે જ્યૉર્જ હર્બર્ટ વાયમૅન્સ બ્રેડબરિ બિલ્ડિંગ, લૉસ એન્જલિસ, 1893. આધુનિક કાળમાં પણ એટ્રિયમ જોવા મળે છે. દા.ત., રોચૅસ ફૉર્ડ ફાઉન્ડેશન, હેડક્વાર્ટર્સ, ન્યૂયૉર્ક (1963-68) અને હયેટ રીજન્સી હોટેલ, ઍટલાન્ટા, જ્યૉર્જિયા (1987).

થૉમસ પરમાર