સ્તરબદ્ધ ખડકો : ભૂપૃષ્ઠમાં રહેલા કોઈ પણ પ્રકારના જૂના ખડકો પર થતી ધોવાણની ક્રિયા દ્વારા નીપજતા દ્રવ્યની કણજમાવટમાંથી તૈયાર થતા સ્તરવાળા ખડકો. તેમાં સેન્દ્રિય દ્રવ્ય પણ સામેલ થતું હોય છે. આ પ્રકારમાં સંશ્લેષિત (ઘનિષ્ઠ) તેમજ બિનસંશ્લેષિત (છૂટા કણનિક્ષેપ) દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે. સ્તરબદ્ધ ખડકોનું તેમાં રહેલા દ્રવ્યના પ્રકાર તેમજ નિક્ષેપક્રિયા-આધારિત વર્ગીકરણ સારણી 1 મુજબ કરવામાં આવેલું છે.

બિનસંશ્લેષિત અથવા છૂટા કણનિક્ષેપની સંશ્લેષિત અથવા ઘનિષ્ઠ જળકૃત ખડકોમાં રૂપાંતર થવાની ક્રિયાને કણસંશ્લેષણક્રિયા (diagenesis) કહે છે. મોટા ભાગના જળકૃત ખડકોમાં સારણીમાં દર્શાવેલા ત્રણેય સ્રોતમાંથી આવતા દ્રવ્યનો ઓછોવત્તો ફાળો હોય છે, તેમ છતાં તેમાં એક પ્રકારનું દ્રવ્ય વિશેષ પ્રમાણમાં હોય છે, જેને આધારે તેને નામ અપાય છે.

સારણી 1

કણપ્રકાર સેન્દ્રિય રાસાયણિક
રેતીવાળા ચૂનાખડકો (અંશત:) ચૂનાખડકો (અંશત:)
મૃણ્મય અગાધ નિક્ષેપો (અંશત:) બાષ્પાયનો
ગોળાશ્મવાળા અસ્થિયુક્ત સ્તરો

ચર્ટ (અંશત:)

કોલસો

ફૉસ્ફેટજન્ય નિક્ષેપો

જળકૃત ઉત્પત્તિવાળા

લોહઅયસ્ક

સારણી 2

પર્યાવરણીય સંજોગો કણજૂથ (નિક્ષેપો)
ભૂસંનતિ

 

ગ્રૅવેક (રેતીવાળા ખડકો), ઘેરા

રંગવાળા શેલ (મૃણ્મય ખડકો),

પૉલિમિક્ટ કાગ્લોમરેટ

(બહુધા કક્ષાકીય સ્તરબદ્ધતા)

ખંડીય છાજલીઓ

 

 

ઑર્થોક્વાર્ટ્ઝાઇટ (રેતીવાળા ખડકો),

ચૂનાખડકો, શેલ, ઑલિગોમિક્ટ

કૉંગ્લોમરેટ (બહુધા વિમાર્ગી સ્તરો)

મહાસાગરો સાથે મર્યાદિત સંપર્ક

ધરાવતાં થાળાં

કાળા શેલ – પાયરાઇટધારક
કણજન્ય દ્રવ્ય પ્રાપ્ત ન કરતાં હોય

એવાં થાળાં, જેમાં જળઆવક કરતાં

બાષ્પીભવન વધુ થતું હોય. દરિયા-

કિનારાના વિભાગો પરનાં થાળાં,

જ્યાં અવારનવાર દરિયાઈ અતિ-

ક્રમણ થતું રહેતું હોય.

બાષ્પાયનો
રેતીખડકો અને શેલ, વગેરેની

ક્રમાનુસાર થતી નિક્ષેપક્રિયા

(કોલસાના થરો)

પર્વતોના તળેટી ભાગો,

આંતરપર્વતીય થાળાં

આર્કોઝ (રેતીવાળા ખડકો), બ્રેક્સિયા,

રાતા રેતીખડકો

ત્રિકોણપ્રદેશો

 

રેતીખડકો અને શેલ-વિભાગો

વિમાર્ગી સ્તરવાળા તેમજ વીક્ષાકાર

રણપ્રદેશો લોએસ, ઢૂવાનિર્મિત રેતીખડકો
હિમચાદરોની કિનારીના વિભાગો ટિલ, વાર્વધારક મૃદ, રેતી અને ગ્રૅવલ

(લોએસ)

સરોવરો બાષ્પાયનો (અમુક), મૃદ અને રેતીખડકો
મહાસાગરીય ઊંડાણ સ્યંદનો (અગાધ નિક્ષેપો)

કણજન્ય દ્રવ્યપ્રકારના સંદર્ભમાં આ ખડકોનું ભૂરાસાયણિક વર્ગીકરણ પણ કરવામાં આવેલું છે :

1. રેઝિસ્ટેટ્સ (Si) – રેતીવાળા અને ગોળાશ્મવાળા ખડકો સાથે સામ્ય ધરાવે છે.

2. હાઇડ્રૉલિસેટ્સ (Al, Si, Fe´´) – તેમાં મુખ્યત્વે મૃદ-ખનિજો હોય છે અને મૃણ્મય ખડકો સાથે સામ્ય ધરાવે છે.

3. ઑક્સિડેટ્સ (Fe´´´, Mn´´´) – તેમાં જળકૃત ઉત્પત્તિવાળાં લોહ અને મૅંગેનીઝ અયસ્ક હોય છે.

4. રિડ્યુઝેટ્સ (Fe´´, S, C) – તેમાં જળકૃત ઉત્પત્તિવાળાં સલ્ફાઇડ, કોલસો અને પેટ્રોલિયમનો સમાવેશ થાય છે.

5. પ્રેસિપિટેટ્સ (અવક્ષેપો) (Ca, Mg) – તેમાં રાસાયણિક ઉત્પત્તિવાળા ચૂનાખડકોનો સમાવેશ થાય છે.

6. ઇવાપોરેટ્સ (બાષ્પજનિત) (Na, K, Ca, Mg) – બાષ્પાયનોનો તેમાં સમાવેશ થાય છે.

ઉપરના દરેક વિભાગમાં દર્શાવેલાં તત્વો ધરાવતાં ખનિજો તેમાં મહત્વનો ભાગ ભજવે છે; રિડ્યુઝેટ્સને બાદ કરતાં બધા જ વિભાગોમાં ઑક્સિજનની હાજરી હોય છે. પર્યાવરણીય સંજોગોને આધારે કણજમાવટ થતી હોય છે. બહોળી દૃષ્ટિએ જોતાં, પ્રત્યેકમાં જોવા મળતું કણજૂથ તેને ઉપલબ્ધ થતા પર્યાવરણ મુજબ સ્તરબદ્ધ થતું જાય છે. પર્યાવરણીય ઉપલબ્ધિ અને કણજૂથ સારણી 2 પ્રમાણે છે.

સ્તરવિદ્યાત્મક ખડકછેદોનાં સર્વેક્ષણો અને માપણી પરથી પૃથ્વીના પોપડામાં જોવા મળેલી સ્તરબદ્ધતાનું સાપેક્ષ પ્રમાણ (અંદાજ) આ પ્રમાણે છે : શેલ 47 %, રેતીખડક 30 %, ચૂનાખડક 22 %, અન્ય 1 %. ભૂરાસાયણિક ગણતરી મુજબનો અંદાજ આ પ્રમાણે છે : શેલ 77 %, રેતીખડક 13 %, ચૂનાખડક 10 %. આ બંને અંદાજોમાં ગણતરીની સરેરાશ મૂકવામાં આવેલી છે, તેમ છતાં તેમાં ટકાવારીના આંકડાઓમાં તફાવત જોવા મળે છે. તેનું મુખ્ય કારણ ખડકપ્રકારોમાં કણદ્રવ્યની ભેળવણી છે. દા. ત., રેતીખડક કે ચૂનાખડક મૃણ્મય હોય, રેતીખડક ચૂનેદાર હોય, શેલ રેતીમય હોય, વગેરે; વળી મૃણ્મય નિક્ષેપ(મૃદ)નો કેટલોક ભાગ મહાસાગરીય ઊંડાણ તરફ જતો રહેતો હોય છે. આ ઉપરાંત કેટલાક સ્તરબદ્ધ ખડકો અંશત: વિકૃતિ પામ્યા હોય છે, તેથી અંદાજની ગણતરીમાં ફેરફારની શક્યતા રહે છે.

ગિરીશભાઈ પંડ્યા