હૉસમેન્નાઇટ

February, 2009

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. ગોટીન્ગન યુનિવર્સિટી, જર્મનીના પ્રાધ્યાપક શ્રીમાન જોહાન ફ્રેડરિક લુડવીગ હોસમાન જેમણે આ ખનિજના સંશોધનમાં મહત્ત્વનો ફાળો આપ્યો તેમની સ્મૃતિમાં ‘હોસમેન્નાઇટ’ નામ ખનિજને આપવામાં આવ્યું છે. મૅંગેનીઝ ધાતુના ઉત્તમ પ્રકારના ખડકોમાંથી કુદરતી રૂપાંતરે હોસમેન્નાઇટ ખનિજ પરિણમે છે.

હોસમેન્નાઇટનું કેમિકલ(રાસાયણિક) સૂત્ર Mn2+ Mn23+ O4 છે. તેના સ્ફટિકો ટેટ્રાગોનલ પ્રકારના હોય છે. ધાતુની જેમ ખડક/ખનિજ ચળકાટ ધરાવે છે. તેનો રંગ કથ્થાઈ છાંટવાળો, પરંતુ કાળાશ ધરાવતો અથવા ઘેરો રાખોડી હોય છે. તેની ઘનતા 4.8 અને તેની Mobs hardness 5.5 છે.

ગિરીશભાઈ પંડ્યા

પ્રકાશ ભગવતી