હેડલી રિચાર્ડ (જૉન) (સર)
February, 2009
હેડલી, રિચાર્ડ (જૉન) (સર) (જ. 1951, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : નામી ક્રિકેટ-ખેલાડી. તેમણે પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દીનો 1971–72માં કૅન્ટરબરીની ટીમથી પ્રારંભ કર્યો. 1973માં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ટેસ્ટ મૅચમાં કુલ 3124 રન બનાવ્યા. તે જમણેરી ઝડપી ગોલંદાજ છે અને ડાબેરી ક્રિકેટ-ખેલાડી છે. તે નૉટિંગહૅમશાયર તથા ટાસ્માનિયા માટે પણ ક્રિકેટ રમ્યા છે. ન્યૂઝીલૅન્ડના તે શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી લેખાય છે. 1988માં તેમણે ઇયાન બૉથમનો 383 ટેસ્ટ વિકેટનો વિક્રમ વટાવ્યો અને 1990માં નિવૃત્ત થતાં પહેલાં 431 ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ નોંધાવી.
રિચાર્ડ (જૉન) હેડલી (સર)
1990માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી