હરગોવિંદ, ગુરુ (જ. 14 જૂન 1515, ગુરુકી વડાલી, જિ. અમૃતસર; અ. ?, કિરતપુર, પંજાબ) : શીખોના છઠ્ઠા ગુરુ તથા અમૃતસર ખાતેના શીખોનાં પવિત્ર સ્થળો સુવર્ણ મંદિર, હરમંદિર સાહેબ તથા અકાલ તખ્તના નિર્માતા. પિતા ગુરુ અર્જુનદેવજી શીખ ધર્મના પાંચમા ગુરુ હતા. માતાનું નામ ગંગાદેવી. શીખોના છઠ્ઠા ગુરુ તરીકે જેઠ વદ 14, વિક્રમ સંવત 1553ના રોજ તેમણે અમૃતસરમાં ગુરુપદ સ્વીકાર્યું હતું. ગુરુ ગોવિંદે શીખ ધર્મના પ્રચાર અને પ્રસાર શીખ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીર રાજ્યોનો પ્રવાસ ખેડેલો.
ગુરુ હરગોવિંદ
તેમના ગુરુપદ દરમિયાન ભારત પર જહાંગીર અને શાહજહાંનું શાસન હતું. મુઘલ સમ્રાટ શાહજહાંના શાસનકાળ દરમિયાન તેઓ મુઘલ સેના સામે ચાર યુદ્ધો લડ્યા હતા. તેમણે પંજાબ રાજ્યના રોપડ જિલ્લાના કિરતપુર ગામની સ્થાપના કરી હતી. મુઘલ રાજા જહાંગીર દ્વારા તેમને ગ્વાલિયર મુકામે કેદમાં રાખ્યા હતા (વર્ષ 1) અને એક વર્ષ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે રાજપૂત રાજાઓને કારાવાસમાંથી મુક્ત કરવાની શરત જહાંગીર સમક્ષ મૂકી હતી, જે જહાંગીરે સ્વીકારી હતી. ગુરુ હરગોવિંદે પોતાના પૌત્ર હરિરાયને શીખોના સાતમા ગુરુ તરીકે પસંદ કર્યા હતા.
હરપાલસિંગ ચન્નનસિંગ સરદાર