સ્નોડાઉન શ્રેણી
January, 2009
સ્નોડાઉન શ્રેણી : ઉત્તર વેલ્સમાં ઑર્ડોવિસિયન કાળ દરમિયાન (વર્તમાન પૂર્વે 50 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈ તે પછીનાં 7 કરોડ વર્ષ સુધી પ્રવર્તેલા કાળ દરમિયાન) સ્નોડાઉન પર્વતવિસ્તારમાં જોવા મળતી કેરેડૉક વયની ખડકશ્રેણી. આ શ્રેણીનો મોટા ભાગનો ખડકદ્રવ્યજથ્થો જ્વાળામુખીજન્ય છે અને તે સિલિકાસમૃદ્ધ રહોયોલાઇટયુક્ત લાવા તેમજ ટફથી બનેલો છે. તેની જમાવટ પહાડી ઢોળાવો પર થયેલી છે. ખડકશ્રેણીની જાડાઈ આશરે 1,060 મીટર જેટલી છે. આ ખડકોની વચ્ચે, છીછરા દરિયાઈ સંજોગો હેઠળ જામેલા જીવાવશેષયુક્ત જળકૃત ખડકોના આંતરસ્તરો પણ જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા