સ્કોલેસાઇટ : કૅલ્શિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. રાસાયણિક બંધારણ : CaO·A12O3 · 3SiO2·3H2O. સિલિકા : 45.9 %. ઍલ્યુમિના : 26 %. કૅલ્શિયમ ઑક્સાઇડ : 14.3 %. જળમાત્રા : 13.8 %. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : નાજુક પ્રિઝમેટિક સ્ફટિકો; ગાંઠમય, દળદાર, રેસાદાર કે વિકેન્દ્રિત પણ હોય. યુગ્મતા : (010) ફલક પર, ઉપર તરફ ભેગાં થતાં પીંછા જેવા સળવાળા યુગ્મસ્ફટિકો. સંભેદ : (110) પર લગભગ પૂર્ણ. કઠિનતા : 5થી 5.6. વિ.ઘ. : 2.16 થી 2.4. ચમક : કાચમય; રેસાદાર સ્વરૂપોમાં રેશમી. દેખાવ : પારદર્શકથી અર્ધપારભાસક. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 36° (અંદાજે); α = 1.512, β = 1.519, ϒ = 1.519.
પ્રાપ્તિસ્થિતિ : ઝિયોલાઇટ સમકક્ષ. તે ઓછા તાપમાને તૈયાર થાય છે.
પ્રાપ્તિસ્થાનો : સ્વિટ્ઝર્લૅન્ડ, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ભારત (ડૅક્કન ટ્રૅપ ખડકોમાં સહ્યાદ્રિના થલઘાટમાં તેમજ લોનાવલા (પુણે) ખાતે), કૉલોરાડો, ન્યૂ જર્સી (યુ.એસ.), ક્વિબેક (કૅનેડા).
ગિરીશભાઈ પંડ્યા