સૉલ્વે ખાડી (Solway firth) : સ્કૉટલૅન્ડના ખાંચાખૂંચીવાળા પશ્ચિમ કાંઠા પર આવેલો આયરિશ સમુદ્રનો ફાંટો. તે સ્કૉટલૅન્ડના ડમ્ફ્રી અને ગૅલોવેને ઇંગ્લૅન્ડની વાયવ્યમાં આવેલા કુમ્બ્રિયાથી અલગ પાડે છે. આ ખાડીની લંબાઈ આશરે 64 કિમી. અને મહત્તમ પહોળાઈ આશરે 32 કિમી. જેટલી છે. અન્નાન, એસ્ક અને ડરવેન્ટ જેવી ઘણી નદીઓ તેમાં ઠલવાય છે. તેને કાંઠે ડમ્ફ્રી અને કર્કકડ બ્રાઇટ જેવાં નગરો વસેલાં છે.
જાહનવી ભટ્ટ