સેનાનાયક ડડલી શેલ્ટન (જ. 1911; અ. 1973) : શ્રીલંકાના રાજકારણી અને વડાપ્રધાન. શ્રીલંકાના સૌપ્રથમ વડાપ્રધાન સેનાનાયક ડોન સ્ટીફન તેમના પિતા હતા તેથી સ્વાભાવિક રીતે જ રાજકારણ તેમને વારસામાં મળ્યું હતું. 1952-53, 1960 અને 1965થી 70 દરમિયાન તેઓ વડાપ્રધાન બન્યા હતા. તેમના પિતાએ આરંભેલી સિંહાલી-તમિળ સંવાદિતાની નીતિઓ તેમણે ચાલુ રાખી હતી.
રક્ષા મ. વ્યાસ