સુરેશ, બી. વી. (જ. 1960, બગલોર) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કરીને તેનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ અભ્યાસ કરીને માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી.
ભારત પાછા ફરીને વડોદરાની માતૃસંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં 1992માં ચિત્રકલાના લેક્ચરર તરીકે નિયુક્ત થયા. સુરેશ અમૂર્ત શૈલીમાં ચિત્રો ચીતરે છે, જેમાં શાંત સૌમ્ય ભાવ મુખર થતો જોવા મળે છે.
અમિતાભ મડિયા