સિંઘ, તોમ્બી (જ. 1936, ઇમ્ફાલ, મણિપુર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. વડોદરા, કોલકાતા, ઇમ્ફાલ, ગુવાહાટી અને કોહિમામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં શાંત ભાવ મુખ્ય છે. ઠંડા, મધુર રંગો વડે તે આહલદક વાતાવરણ સર્જે છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું સન્માન કર્યું છે.
અમિતાભ મડિયા