સાલ્ઝિલો ફ્રાન્સિકો

January, 2008

સાલ્ઝિલો, ફ્રાન્સિકો (. મે 1707, મુર્સિયા, સ્પેન; . 2 માર્ચ 1783, મુર્સિયા, સ્પેન) : સ્પેનનો અઢારમી સદીનો સૌથી વધુ પ્રસિદ્ધ તથા કેટલાક્ધો મતે શ્રેષ્ઠ શિલ્પી.

રંગીન શિલ્પ : ‘ધ લાસ્ટ સપર’

જેની હેઠળ ફ્રાન્સિકો સાલ્ઝિલોએ તાલીમ લીધેલી. એ પછી એમણે ડોમિનકન સાધુ બનીને મઠનિવાસ સ્વીકાર્યો, પણ 1727માં પિતાનું મૃત્યુ થતાં સંસારમાં પાછા પ્રવેશી પિતાના શિલ્પ-સ્ટુડિયોનો કાર્યભાર સંભાળી લઈ શિલ્પસર્જન શરૂ કર્યું. એ પછી એ આમરણાંત ખ્રિસ્તી ધાર્મિક શિલ્પ પોતાના ભાઈઓ અને બહેનની મદદ વડે કરતા રહ્યા. એમનાં શિલ્પ ઉપર તે અચૂક રંગરોગાન કરતા. અત્યંત જીવંત જણાતી એમની શિલ્પકલા કરુણરસનું ઉદ્દીપન કરવામાં ખાસ ખીલી ઊઠતી. તેથી ક્રાઇસ્ટનો વધ, એમના અંતેવાસીઓની રોકકળ વગેરે કરુણ શ્યો તેમણે શિલ્પમાં ખૂબ સફળતાપૂર્વક કંડાર્યાં છે. તેમનું ‘ધ લાસ્ટ સપર’ શિલ્પ તેમની શ્રેષ્ઠ રચના ગણાય છે.

અમિતાભ મડિયા