સાબે (Sabae) : જાપાનના હૉન્શુ ટાપુ પર આવેલા ફુકુઈ વિભાગનું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 57´ ઉ. અ. અને 136° 11´ પૂ. રે.. તે ફુકુઈથી અગ્નિકોણમાં તાકેફુ થાળાના ઉત્તર છેડે આવેલું છે. જ્યારે વસેલું ત્યારે તો તે બૌદ્ધ ઓશો મંદિરની આજુબાજુ વિકસેલું અને 1720 પછી તે ટપાલનું મથક બની રહેલું. 19મી સદીમાં તે વહીવટી કેન્દ્ર બનવાથી તેનું મહત્ત્વ વધતું ગયેલું. તે રેશમ અને કૃત્રિમ રેસાઓના ઉત્પાદનનું મથક પણ બનેલું. તે પછીથી અહીં ચશ્માંની ફ્રેમો અને છાપરાંનાં નળિયાંના ઉદ્યોગો સ્થપાયા.

ગિરીશભાઈ પંડ્યા