સાઇઝોફોરિયા

January, 2007

સાઇઝોફોરિયા : ભુજપાદ (Brachiopoda) સમુદાયનું એક અશ્મી. જે. જે. બિયર્સે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી વિભાગના ઉપરિ ડેવોનિયન સ્તરોમાંથી સાઇઝોફોરિયાની વસ્તીઓમાંથી ત્રણ નમૂનાઓમાં કદ-વિસ્તરણ અને આકારમાં રહેલી વિભિન્નતાઓનું વિશ્લેષણ કર્યું હતું અને પૂર્ણ નમૂનાઓની પ્રાપ્તિ પર ભાર મૂક્યો હતો.

ભારતમાં મધ્ય પર્મિયન ભૂસ્તરીય યુગમાં મળી આવેલ ‘ધ પ્રોડક્ટસ્ લાઇમસ્ટોન સીરિઝ’ને ‘પંજાબિયન’ શ્રેણી પણ કહે છે. તેના કુંદઘાટના ઉપરિ પ્રોડક્ટસ્ સંસ્તરમાંથી Schizophoria juresanensisનું અશ્મી મળી આવ્યું છે.

સાઇઝોફોરિયાનો વર્ગીકરણ-વિદ્યાકીય ઇતિહાસ, સહનામતા (snonymy), વિભેદક (diagnostic) લક્ષણો, પરિસ્થિતિવિદ્યા અને માપ વિશેની માહિતી સુલભ નથી.

બળદેવભાઈ પટેલ