સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ) : એવી પ્રક્રિયા જે દરમિયાન તંત્રમાં ઉષ્મા દાખલ થતી ન હોય કે તેમાંથી ઉષ્મા બહાર નીકળતી ન હોય.
નળાકારમાં રાખેલા વાયુનું પિસ્ટન વડે સંકોચન કે વિસ્તરણ કરતાં વાયુ અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે ન થાય તો આ પ્રકારની પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું તાપમાન ઘટે છે અને સમોષ્મી સંકોચન દરમિયાન વાયુનું તાપમાન વધે છે. આદર્શ વાયુમાં થતા કદના પ્રતિવર્તી (reversible) સમોષ્મી ફેરફાર દરમિયાન વાયુના કદ (V) અને દબાણ (P) વચ્ચેનો સંબંધ PVg = K વડે અપાય છે; જ્યાં K અચળાંક અને g એ અચળ દબાણે ઉષ્માધારિતા (heat capacity) અથવા વિશિષ્ટ ઉષ્મા (Cp) અને અચળ કદે વાયુની ઉષ્માધારિતા અથવા વિશિષ્ટ ઉષ્મા(Cv)નો ગુણોત્તર છે. અહીં ગુણોત્તર કોઈ પણ પ્રતિવર્તી સમોષ્મી ફેરફાર માટે સમએન્ટ્રૉપિક (Isentropic) હોય છે. પ્રતિવર્તી પ્રક્રિયામાં સમોષ્મી અને સમએન્ટ્રૉપિકના ખ્યાલ એકસરખા છે. નીચા તાપમાને સ્ફટિકોના વિચુંબકન(demagnetisation)માં સમોષ્મી અને સમએન્ટ્રૉપિક પ્રક્રિયાઓ જુદી જુદી રીતે થઈ શકે છે. P-V આલેખ ઉપર સમએન્ટ્રૉપિક અને સમોષ્મી વક્રો સમતાપી (isothermal) વક્ર કરતાં ઊર્ધ્વપ્રાય (steeper) હોય છે.
ને સમોષ્મી સૂચિકાંક (adiabatic index) કહે છે.
Cp અને Cvનો તફાવત Cp – Cv = Rને વિશિષ્ટ વાયુ અચળાંક કહે છે.
સમોષ્મી ફેરફાર દરમિયાન એન્ટ્રૉપી અને ઉષ્મામાં થતો ફેરફાર શૂન્ય હોય છે; એટલે કે એન્ટ્રૉપીનો ફેરફાર DS = 0 અને ઉષ્માનો ફેરફાર DQ = 0 થાય છે. વાયુના કદમાં થતા ફેરફારને લીધે થતું કાર્ય આંતરિક (internal) ઊર્જાના ફેરફાર જેટલું થાય છે. કાર્ય W12 = Cv (T2 – T1) = DU આંતરિક ઊર્જાનો ફેરફાર; જ્યાં Cv વાયુની ઉષ્માધારિતા છે.
પ્રહલાદ છ. પટેલ