સમરેન્દ્રસિંગ લૈશરામ

January, 2007

સમરેન્દ્રસિંગ લૈશરામ (. 1925, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી ભાષાના કવિ. મૂળ કલકત્તા (હવે કોલકાતા) યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને વિશ્વભારતીમાંથી બી.ટી.ની ડિગ્રી મેળવી. શિક્ષકની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા પછી હવે (2002માં) તેઓ સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત છે.

તેમને મળેલાં સન્માનમાં મણિપુરી સાહિત્ય પરિષદ તરફથી જેમિની સુંદર ગુહા સુવર્ણચંદ્રક (1975), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1976) તથા મણિપુર રાજ્ય કલા પરિષદ(1975)ના ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

તેમનાં પ્રકાશનોમાં ‘વા આમટે હૈગ તેલંગ’ (1962) તથા ‘મામોંગ લીકૈ થમ્બાલ સ્ટૅલ’ (1974) નામના કાવ્યસંગ્રહો નોંધપાત્ર છે.

મહેશ ચોકસી