સનશાઇન કોસ્ટ (Sunshine Coast) : ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં આવેલો 3,107 ચોકિમી. વિસ્તાર આવરી લેતો પાટનગર વિભાગ. ભૌગોલિક સ્થાન : તે 37° 47´ દક્ષિણ અક્ષાંશ અને 144° 56´ પૂ. રે. પર આવેલું છે. આ વિસ્તારમાં લૅન્ડ્ઝબર્ગ, મરુચી અને નૂસાનાં પરગણાંનો સમાવેશ થઈ જાય છે. તે દક્ષિણના બીરબુરુમથી ઉત્તરના પોમાના તેમજ પશ્ચિમમાં આવેલા કેનિલવર્થ નગર સુધી પથરાયેલો છે. નામ્બોર અહીંનું મુખ્ય વાણિજ્યમથક છે. સનશાઇન કોસ્ટ વિસ્તારમાં શેરડીનાં ખેતરો તથા પાઇનૅપલની વાડીઓ આવેલી છે. આ સમગ્ર વિસ્તારમાં અંદાજે 2,24,000 (1999) લોકો વસે છે.
જાહ્નવી ભટ્ટ