સંવાદી અંતર્ભેદકો (concordant intrusions)
January, 2007
સંવાદી અંતર્ભેદકો (concordant intrusions) : પ્રાદેશિક સ્તરઅનુવર્તી વલણ મુજબનો અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોના સ્તર-નિર્દેશન(strike)ના વલણને અથવા પત્રબંધી સંરચનાને સમાંતર ગોઠવાય ત્યારે તેમને સંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે.
આ સામૂહિક પ્રકારમાં સિલ, લૅકોલિથ, લોપોલિથ, ફૅકોલિથ જેવાં અંતર્ભેદકોનો સમાવેશ કરવામાં આવેલો છે. રાજસ્થાનના આબુરોડ નજીક ચંદ્રાવતી પાસે ટ્રોક્ટોલાઇટ(ગૅબ્બ્રો)ની સિલ આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા