સંગમખેટક વિષય : પ્રાચીન ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન એક વહીવટી વિભાગ. ગુર્જર નૃપતિ વંશના દદ્દ 2જાનાં ઈ. સ. 642નાં બે દાનશાસનોમાં ‘સંગમખેટક વિષય’માં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપી હતી, એમ જાણવા મળે છે. ઊંછ તથા ઓર નદીઓના સંગમ ઉપર આવેલું હોવાથી તે ‘સંગમખેટક’ તરીકે પ્રસિદ્ધ થયું હતું. તે વિષય(વહીવટી વિભાગ)નું મુખ્ય મથક, વર્તમાન સમયનું સંખેડા વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું મુખ્ય મથક છે. તે નગર હાલમાં ખરાદી કામના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
જયકુમાર ર. શુક્લ