શેન ચોઉ (Shen Chou) (જ. 1427, સુ ચોઉ, કિયાન્ગ્સુ, ચીન; અ. 1509) : ચીની ચિત્રકાર. એક સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત કુટુંબમાં શેનનો જન્મ થયો હતો. લાંબા જીવન દરમિયાન તેમણે ચિત્રકાર ઉપરાંત સુલેખનકાર (caligrapher) તરીકે પણ નામના મેળવી હતી અને તેઓ કવિતામાં ઊંડો રસ દાખવતા. તેમનાં ઘણાં ચિત્રોમાં, ખાસ કરીને તેમનાં નિસર્ગ-શ્યોમાં તેમણે ચીની પરંપરાગત સૌંદર્યશાસ્ત્રના સિદ્ધાંતોને મહત્વ આપ્યું છે. તેમનાં ચિત્રોમાંથી સંયમપૂર્ણ શાંતિ, હૂંફ અને આત્મવિશ્વાસનો સ્પર્શ અનુભવી શકાય છે. એમના શિષ્યોમાંથી વેન ચેન્ગ-મિન્ગે વ્યાપક ખ્યાતિ મેળવી.
અમિતાભ મડિયા