વૉલકોટ, જર્સી જો (. 31 જાન્યુઆરી 1914; મર્ચન્ટવિલે, ન્યૂ જર્સી, યુ. એસ.) : અમેરિકાના મુક્કાબાજ. તેઓ કેવળ 16 વર્ષની વયના હતા ત્યારે વ્યવસાયી ખેલાડી બન્યા. તેઓ 1944 સુધી મુક્કાબાજી ખેલતા રહ્યા પણ તેમની તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. 30 વર્ષની વયે નિવૃત્ત થયા. તેમણે અનેક પ્રકારની વિવિધ કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ પ્રદર્શન માટે મુક્કાબાજી કરવા તૈયાર થયા. તેના પરિણામે વિજયપદક માટેની માન્યતા મળી. તેમની મુક્કાબાજી કૌશલ્યપૂર્ણ હતી. 1951માં 37 વર્ષની વયે હેવી વેઇટ ચૅમ્પિયન બન્યા. આમ તેઓ સૌથી મોટી ઉંમરના ચેમ્પિયન બન્યા. એક વર્ષ પછી તેઓ 13 રાઉન્ડમાં નૉકઆઉટ થઈ ગયા હતા. 1955માં તેઓ ફરીથી નૉકઆઉટ થયા હતા. પછી તેઓ નિવૃત્ત થયા.

મહેશ ચોકસી