વૉલકૉટ, ક્લાઇડ (જ. 17 જાન્યુઆરી 1976, બ્રિજટાઉન, બાર્બાડૉસ) : બાર્બાડૉસના ક્રિકેટ-ખેલાડી. વેસ્ટ ઇન્ડિઝના ત્રણ મશહૂર ‘Ws’માંના સૌથી મહાન અને પ્રભાવક બૅટધર. તેમનામાં બૅટિંગ સાથે વિકેટકીપિંગની સમર્થ શક્તિ હતી. આ શક્તિનો તેમણે તેમની ટેસ્ટ- કારકિર્દીના પ્રારંભિક તબક્કા માટે ઉપયોગ કર્યો; પરંતુ તેમણે તેમની બૅટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે તેમને પુષ્કળ સફળતા સાંપડી; અને 195355 અને 75ની ત્રણેય ટેસ્ટ શ્રેણીમાં પ્રત્યેકમાં 75 ઉપરાંતની સરેરાશથી રન નોંધાવ્યા.
1955માં ઑસ્ટ્રેલિયા સાથેની 5 ટેસ્ટમાં 82.70ની સરેરાશથી 827 રન નોંધાવ્યા. 1958માં પાકિસ્તાન સામેની 4 ટેસ્ટમાં તેમણે વધારે પ્રભાવક દેખાવ કર્યો અને 96.25ની સરેરાશથી 385 રન નોંધાવ્યા. તેઓ ફાસ્ટ-મધ્યમ ઝડપથી ગોલંદાજી પણ કરી શકતા. તેમનો સર્વોચ્ચ જુમલો તેમની કારકિર્દીના પ્રારંભમાં નોંધાવ્યો – 314 અણનમ; તેમણે ફ્રૅન્ક વૉરેલ સાથે 574 રનની વિશ્વવિક્રમ રૂપ ભાગીદારી નોંધાવી, 1946.
તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ મળ્યો હતો.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 1948-60 : 44 ટેસ્ટ; 56.68ની સરેરાશથી 3,798 રન. 15 સદી; સર્વોચ્ચ જુમલો 220; 37.09ની સરેરાશથી 11 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 3-50; 53 કૅચ; 11 સ્ટમ્પિંગ.
(2) પ્રથમ કક્ષાની મૅચ : 194264; 56.55ની સરેરાશ; 11,820 રન 40 સદી; સર્વોચ્ચ જુમલો 319 રન (અણનમ); ઉત્તમ ગોલંદાજી 541; 174 કૅચ; 53 સ્ટમ્પિંગ .
મહેશ ચોકસી