વીરભાન સંત (ઈ. સ.ની 16મી સદી) : એક હિંદી સંત અને સતનામી પંથના પ્રવર્તક. તેઓ નારનૌલના રહેવાસી હતા. સાધ સંપ્રદાયી ઉદાદાસના તેઓ પટ્ટશિષ્ય હતા. તેમની પદ્યરચના વાણીના નામે સંકલિત કરેલી છે. તેમનાં આનાથી વધારે પદો ‘આદિ-ઉપદેશ’ નામે ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં તે સંપ્રદાયના નીતિનિયમો પણ દર્શાવ્યા છે. પરમેશ્વરને ‘સત્ય’ નામે સંબોધેલ છે; તેથી આ પંથને ‘સત્યનામ’ કે ‘સતનામ’ એવું નામ મળ્યું છે.
થૉમસ પરમાર