વિશિષ્ટ ઇન્દ્રિયો (special senses) : ગંધ (ઘ્રાણ), સ્વાદ, દૃષ્ટિ અને શ્રવણની સંવેદના ઝીલતા અવયવો. તેમને જ્ઞાનેન્દ્રિયો પણ કહે છે. આ ચારેય વિશિષ્ટ ઇન્દ્રિયો માથામાં આવી છે અને તેઓ અનુક્રમે નાક, જીભ, આંખ અને કાન છે. તેમના વિશે માહિતી માટે જુઓ ત્વચાવિદ્યા (વિશ્વકોશ ખંડ–8, પૃ. 799–808) દૃષ્ટિપટલનું અલગીકરણ (વિશ્વકોશ ખંડ–1, પૃ. 379–380), પાચનતંત્ર (વિશ્વકોશ ખંડ–12, પૃ. 142–144), શ્વસનતંત્ર (વિશ્વકોશ ખંડ–21, પૃ. 359–361) તથા શ્રવણ અને શ્રવણ સહાયકો (વિશ્વકોશ ખંડ–20, પૃ. 693–696).

શિલીન નં. શુક્લ