વિજયાલક્ષ્મી (શ્રીમતી) (જ. 2 ઑગસ્ટ 1960; એર્નાકૂલમ, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં 1980માં બી.એસસી. અને 1982માં એમ.એ.ની પદવી મેળવી. પછી તેઓ ભારતીય દૂરદર્શન ખાતાની સેવામાં જોડાયાં. તેઓ કેરળ સાહિત્ય અકાદમીનાં સભ્ય છે.

તેમના 2 કાવ્યસંગ્રહો – ‘મૃગશિક્ષકાન’ (1992) અને ‘થેચાન્ટે મકલ’ (1994) ખૂબ નોંધપાત્ર છે.

તેમને 1992માં લલિતામ્બિકા અંતર્જનમ્ ઍવૉર્ડ, 1993માં અન્ક્ધામ ઍવૉર્ડ, 1994માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1995માં વ્યાલોપ્પિલ્લી ઍવૉર્ડ અને ચંગમપુળા ઍવોર્ડ તથા ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા