લૅમ્બે ટાપુ (Lambay Island)
January, 2005
લૅમ્બે ટાપુ (Lambay Island) : આયર્લૅન્ડના ડબ્લિન પરગણાના કાંઠાથી થોડે દૂર આયરિશ સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. આ ટાપુનો વિસ્તાર માત્ર 21 ચોકિમી. જેટલો જ છે. અહીંના વિસ્તારમાં તે પક્ષી-અભયારણ્ય તરીકે જાણીતો બન્યો છે. આ અભયારણ્ય ખાનગી માલિકીનું હોવાથી તેની મુલાકાત લેવા માટે પ્રવાસીઓએ મંજૂરી લેવી પડે છે.
આઠમા સૈકાના છેલ્લા દાયકામાં (790-800) આયર્લૅન્ડ પર ચાંચિયાઓના હુમલા થયેલા. સોળમી સદી દરમિયાન આ ટાપુ પર કિલ્લેબંધી કરવામાં આવેલી. કિલ્લાના અવશેષો હજી આજે પણ નજરે પડે છે.
ગિરીશભાઈ પંડ્યા