લૅબ્રેડૉરાઇટ : ફેલ્સ્પાર સમૂહ અંતર્ગત પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ. રાસા. બંધારણ  : mCaAl2Si2O8થી nNaAlSi3O8 અથવા સંજ્ઞાકીય સૂત્ર : Ab50An50થી An30An70 જેમાં Ab = આલ્બાઇટ  NaAlSi3O8 અને An = ઍનૉર્થાઇટ  CaAl2Si2O8. સ્ફટિકવર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકાર, b અક્ષ પર ચપટા, મોટેભાગે દળદાર, સંભેદશીલ, દાણાદાર, ઘનિષ્ઠ. યુગ્મતા સામાન્યત:  કાર્લ્સબાડ, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમો

લૅબ્રેડૉરાઇટ

મુજબ હોય છે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ, (010) લગભગ પૂર્ણ, (110) અપૂર્ણ. પ્રભંગ : ખરબચડોથી વલયાકાર, બરડ. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, શ્વેત, રાખોડી, ક્યારેક તેજસ્વી રંગમાં રંગવૈવિધ્ય પણ બતાવે; વાદળી, લીલો, લાલ, પીળો કે મૌક્તિક રાખોડી. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 6થી 6.5. વિ.ઘ. : 2.69થી 2.72. પ્રકા. અચ. : α = 1.5625, β =  1.5668, γ = 1.5718. પ્રકા. સંજ્ઞા : +Ve, 2V = 85°. પ્રાપ્તિસ્થિતિ : ઍનૉર્થોસાઇટ, ઍન્ડેસાઇટ, નૉરાઇટ, બેસાલ્ટ, ગૅબ્રો, ડાયોરાઇટ, ઍમ્ફિબોલાઇટ તેમજ અન્ય અગ્નિકૃત અને વિકૃત ખડકોના ઘટક તરીકે મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., ગ્રીનલૅન્ડ, આયર્લૅન્ડ, ફિનલૅન્ડ, નૉર્વે, સ્વીડન, સિસિલી, રુમાનિયા, દ. આફ્રિકા, લૅબ્રેડૉર (કૅનેડા), ભારત તેમજ અન્યત્ર જ્યાં જ્યાં બેઝિક ખડકો હોય ત્યાં તેમના ઘટક તરીકે મળે.

ગિરીશભાઈ પંડ્યા