રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ

January, 2004

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા.

હાલમાં એડવાન્સ મટીરિયલ ઍન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AMPRI), ભોપાલ તરીકે ઓળખાય છે. આ સંસ્થાની સ્થાપના 1981માં ભોપાલ ખાતે થઈ. સંસ્થા નવી દિલ્હી ખાતેની counsil for Industrial Research (CSIR)માં શરૂઆતનાં વર્ષોમાં કાર્યરત હતી – ત્યારબાદ 1983માં તેને ભોપાલમાં પ્રસ્થાપિત કરવામાં આવી.

CSIRના ઉદ્દેશો પ્રમાણે આ સંસ્થા હાલમાં નીચેનાં સંશોધનોમાં કાર્યરત છે

હલકા વજનની મિશ્ર ધાતુ વિકસાવવી. જે (alloy) તરીકે ઓળખવામાં આવે છે.

‘Waste to Weath’ માનવસર્જિત બગાડમાંથી (waste) ઉપયોગી વસ્તુઓનું / પદાર્થોનું ઉત્પાદન અને તેના ઉત્પાદનને લગતી પ્રક્રિયાનું સંશોધન.

નાના ઉદ્યોગો – ગ્રામીણ વિસ્તારમાં હોય. દા. ત. જેઓ ધાતુને ઢાળીને (foundry ઉદ્યોગ દ્વારા) ઘટકો તૈયાર કરતા હોય તેવા ઉદ્યોગો માટે વધુ કાર્યક્ષમતા મળે તેવી પ્રક્રિયાનું સંશોધન.

ઉપર જણાવેલ હેતુને લક્ષ્યમાં રાખી સંસ્થાએ વિવિધ પ્રકલ્પો દ્વારા નવા ઘટકો વિકસાવ્યા છે અને તે અંગેની તકનીકી (technology) મધ્યપ્રદેશના નાના તથા મીડિયમ સ્કેલના ઉદ્યોગોને આપી છે.

આ પદાર્થોમાં

  1. મિશ્રધાતુ વજનમાં હલકી હોય તેવી અને ઢાળવામાં વધુ સુગમ હોય તેવી વિકસાવી છે. આ મિશ્રધાતુને ઢાળીને ઘટકો બનાવવાની પ્રક્રિયાને પણ નવેસરથી વિકસાવી વધુ કાર્યક્ષમ બનાવી છે.
  2. Greem Engineered Materials

સંસ્થા pdymer- મિશ્રિત પદાર્થ અંગેની તકનીકી વિકસાવાવમાં સફળ રહી છે. આ તકનીકી દ્વારા વિવિધ પદાર્થો બનાવવામાં આવ્યા છે અને તેનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન થઈ શકે તેવી પ્રક્રિયાનું પણ સંશોધન કરેલ છે. આ પ્રકલ્પો SME ઉદ્યોગોને આપી – નાના ઉદ્યોગો વિકસાવવામાં સંસ્થાએ મોટો ફાળો આપ્યો છે.

  1. આરસપહાણ અને ગ્રૅનાઇટના કચરામાંથી (waste) મજબૂત બંધારણ અને ચળકાટ સાથેના ફિનિશની બાંધકામ સામગ્રી બનાવવામાં પણ સંસ્થાએ સફળતા હાંસલ કરી છે.
  2. Fly Ash અને ભીની લાલ માટી જે ઔદ્યોગિક કચરો (waste) છે તેને વાપરીને પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવા કૉંક્રીટનું સંશોધન કર્યું છે. આ કૉંક્રીટની મદદથી ઈંટ-બ્લૉક વગેરે બનાવી શકાય છે. આ પ્રમાણે Fly Ash અને ભીની લાલ માટી જે જમીન પુરાણમાં વપરાતી હતી અને પર્યાવરણ માટે નુકસાનકર્તા હતી તે નિવારીને બાંધકામ સામગ્રી બનાવવામાં સંસ્થા સફળ રહી છે.

હાલમાં 43થી વધુ વૈજ્ઞાનિકો આ સંસ્થામાં સંશોધનની  પ્રક્રિયામાં વ્યસ્ત છે. સંસ્થાએ સંશોધન માટેની યોગ્ય સામગ્રી વસાવી છે અને લૅબોરેટરી ઉપરાંત  સંશોધન દ્વારા ઉત્પાદિત થયેલા નવા પદાર્થો/ઘટકોને ઔદ્યોગિક ધોરણે બનાવવા માટેની મશીનરી પણ વસાવી છે જેથી પદાર્થ અને તેના ઉત્પાદનની પ્રક્રિયા અંગેની તકનીકી SME ઉદ્યોગને આપી શકાય.

સંસ્થાના સંચાલન અંગેનું નાણાકીય ભંડોળ CSR Fund દ્વારા મોટા ઉદ્યોગો પાસેથી મેળવાય છે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ ઉપલબ્ધ છે.

હર્ષદ રમણભાઈ પટેલ

અનુ. જ. દા. તલાટી

પ્રકાશ ભગવતી