રફીક રાઝ (જ. 1950, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે શ્રીનગરના દૂરદર્શન કેન્દ્ર પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવા બજાવી, સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાં કાશ્મીરી ભાષાના અધ્યાપક તરીકે પણ કામગીરી કરી છે.
તેમને તેમના ગઝલસંગ્રહ ‘નઈ છે નલ્લન’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય એકૅડેમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તે ઉપરાંત તેમને જમ્મુ અને કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. તેમણે 3 ગ્રંથો આપ્યા છે.
બળદેવભાઈ કનીજિયા