યંગ, ફ્રાન્સિસ બ્રેટ (જ. 1884, હેલ્સ ઓવન, વેસ્ટ મિડલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ; અ. 1954) : બ્રિટિશ નવલકથાકાર. તેમણે શરૂઆતમાં જહાજી ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
તેમની નવલકથા ‘પૉર્ટ્રેટ ઑવ્ ક્લેર’(1927)થી તેમને લેખક તરીકે સારી એવી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેમના દેશ પ્રત્યેના ઊંડા પ્રેમને ગૂંથી લેતી નવલકથાઓ તેમણે ક્રમશ: આપી. તેમાં ‘માઇ બ્રધર જૉનાથન’ (1928); ‘ફાર ફૉરેસ્ટ’ (1936); ‘ડૉ. બ્રૅડલી રિમેમ્બર્સ’ (1935); ‘અ મૅન અબાઉટ ધ હાઉસ’ (1942) અને ‘પૉર્ટ્રેટ ઑવ્ અ વિલેજ’ (1951) નોંધપાત્ર છે.
બળદેવભાઈ કનીજિયા