મોલ-અંશ (Mole Fraction) : મિશ્રણ(અથવા દ્રાવણ)માં કોઈ એક ઘટકના જથ્થાનું પ્રમાણ દર્શાવતી સંખ્યા, xi (અથવા Xi). તે નમૂનામાંના કુલ અણુઓના જથ્થામાં ઘટક iના કેટલા અંશ છે તે દર્શાવે છે.

જ્યાં ni = મિશ્રણમાં જાતિ (species) iનો રાસાયણિક જથ્થો (chemical amount) અથવા મોલ-સંખ્યા; n = મિશ્રણમાંના બધા અણુઓનો કુલ જથ્થો અથવા મોલ-સંખ્યા (mole number).

રસાયણશાસ્ત્રમાં એક કરતાં વધુ ઘટકોના મિશ્રણની બનેલી પ્રણાલીના કોઈ એક ગુણધર્મ(દા.ત., પ્રવાહીનું બાષ્પદબાણ)ના કુલ મૂલ્યમાં જે તે ઘટકનો ફાળો કેટલો છે તે જાણવાનું અગત્યનું હોય છે. આ યોગદાન મોલ-અંશ દ્વારા મળી શકે છે. ઉપરના સમીકરણમાં જો n = n1 + n2 + n3 + ……. હોય તો આ સમીકરણને n વડે ભાગવાથી

દ્રાવણનું સંઘટન (composition) દર્શાવવા મોલ-અંશનો ઉપયોગ થાય છે. ખાસ કરીને માત્રાત્મક (quantitative) ગણતરીમાં [દ્રાવણના આસંખ્યક (colligative) ગુણધર્મોની ગણતરીમાં] તે વધુ વપરાય છે; [દા.ત., મંદ દ્રાવણમાંના એક ઘટકનું બાષ્પદ્બાણ દ્રાવણમાં દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલના ગુણોત્તર ઉપર આધાર રાખે છે.]

જ. પો. ત્રિવેદી