મોલારિટી (M) : એક લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ-સંખ્યા.
આમ
જ્યાં n = પદાર્થની મોલ-સંખ્યા
V = લીટરમાં દર્શાવેલ કદ
રસાયણશાસ્ત્રમાં પદાર્થના ગ્રામમાં (કે કિલોગ્રામમાં) દર્શાવેલા વજન કરતાં મોલ-સંખ્યા વધુ મહત્ત્વ ધરાવે છે. જો પદાર્થ(દ્રાવ્ય)ના વજન અને અણુભાર આપેલાં હોય તો
મોલારિટી (M) =
અહીં વજન અને અણુભારના એકમો સરખા (ગ્રામ કે કિગ્રા.) હોવા જોઈએ.
ઉ.ત., 2.0 મોલર (2M) ગ્લુકોઝના દ્રાવણ માટે
આ રીતે આપણે ગ્લુકોઝ (દ્રાવ્ય)ની મોલ-સંખ્યા આપેલા દ્રાવણના કોઈ પણ કદ માટે ગણી શકીએ, કારણ કે સાંદ્રતા એ તીવ્રતાત્મક (intensive) ગુણધર્મ છે.
આયનિક સંયોજનો સામાન્ય રીતે ઘન હોય છે અને તેમના ઘટકો ઘન સ્વરૂપમાં પણ આયનિક સ્થિતિમાં હોય છે. આ કારણે આયનિક સંયોજનના વજનને અણુભારને બદલે સૂત્રભાર (formula weight) કહેવામાં આવે છે. દ્રાવણની મોલારિટી આવા સંજોગોમાં ફૉર્માલિટી કહેવાય છે. આમ
જ. પો. ત્રિવેદી