મૉન્ટેગ્યુ, જ્યૉર્જ

February, 2002

મૉન્ટેગ્યુ, જ્યૉર્જ (જ. 1753, વિલ્ટશાયર ઇંગ્લૅન્ડ; અ. 1815) : આંગ્લ પ્રકૃતિવિશારદ. લશ્કરી કારકિર્દીમાં નિષ્ફળતા મળવાથી તથા તેમના લગ્નના પરિણામે પોતાની જાગીર ગુમાવવી પડે એ રીતે તેમને હાડમારી અને વેદના ભોગવવાં પડવાથી તેમનું ચિત્ત પક્ષીવિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યું.

તે ડેવન રહેવા ચાલ્યા ગયા અને ત્યાં રહીને તેમણે તેમનું અધિકૃત અને વિખ્યાત પુસ્તક ‘ઑર્નિથોલૉજિક ડિક્શનરી; ઑર આલ્ફાબેટિકલ સિનૉપ્સિસ ઑવ્ બ્રિટિશ બર્ડ્ઝ’ (2 ગ્રંથ રૂપે) તૈયાર કરી પ્રગટ કર્યું (1802). ‘મૉન્ટેગ્યૂઝ હૅરિયર’ એ પક્ષીનામ તેમની યાદમાં અપાયું છે.

મહેશ ચોકસી