મૉન્ટેગ્યુ, ઍશલી

February, 2002

મૉન્ટેગ્યુ, ઍશલી (જ. 28 જૂન 1905, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 26 નવેમ્બર 1999 ન્યૂ જર્સી ) : જાણીતા માનવવંશશાસ્ત્રી. તેમણે લંડન, ફ્લૉરેન્સ તથા કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વેલકમ હિસ્ટરી મ્યુઝિયમ – લંડન, ન્યૂયૉર્ક યુનિવર્સિટી, હૅનેમાન મેડિકલ કૉલેજ તથા રુટર્જસ યુનિવર્સિટી ખાતે વિવિધ પદ સંભાળ્યાં અને સંશોધનકાર્ય જારી રાખ્યું (1949–55). માનવની જૈવ સામાજિક ઉત્ક્રાંતિના સમગ્ર અભ્યાસ દરમિયાન તેઓ સતત એવી દલીલ કરતા રહ્યા કે સાંસ્કૃતિક ઘટના કે સંસ્કારો વંશીય ધોરણે નક્કી કરી શકાય એ ર્દષ્ટિબિંદુ સદંતર ખોટું છે. 1950માં પ્રગટ થયેલા યુનેસ્કોના પુસ્તક ‘સ્ટેટમેન્ટ ઑન રેસ’ના કર્તા તરીકે તેઓ સુખ્યાત થયેલા. તેમનાં જે અનેક પુસ્તકો છે તેમાં ‘ધી એલિફન્ટ મૅન’ (1971) તથા ‘ગ્રોઇંગ યંગ’ (1981) જાણીતાં છે.

મહેશ ચોકસી